દિલ્હી પોલીસનો નિર્ણય : પીએમ મોદૃી અંગેની કથિત ટિપ્પણી મામલે સગીર કિશોરી સામે ફોજદારી કેસ નહીં

વીડિયોની કાનૂની સમીક્ષા બાદૃ કાર્યવાહી નહીં; સગીર હોવાને કારણે બાળ અધિકારો અને કિશોર ન્યાય કાયદૃાને ધ્યાનમાં રાખી નિર્ણય લેવાયો

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદૃી અંગે સોશિયલ મીડિયા પર કથિત અપમાનજનક ટિપ્પણી કરવાના મામલે ચર્ચામાં આવેલી સગીર કિશોરી સામે દિૃલ્હી પોલીસે કોઈ ફોજદૃારી ગુનો નોંધવાનો ઇનકાર કર્યો છે.
પોલીસે કાનૂની સમીક્ષા બાદૃ સ્પષ્ટ કર્યું છે કે સંબંધિત વ્યક્તિ સગીર હોવાથી તેના વિરુદ્ધ ફોજદૃારી કાર્યવાહી કરવામાં આવશે નહીં. આ નિર્ણય બાદૃ છેલ્લા કેટલાક દિૃવસોથી ચર્ચામાં રહેલા આ મામલે નવો વળાંક આવ્યો છે.
માહિતી અનુસાર, સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો હતો, જેમાં એક કિશોરી પ્રધાનમંત્રી અંગે કથિત રીતે વાંધાજનક ભાષાનો ઉપયોગ કરતી જોવા મળી હતી. વીડિયો વાયરલ થયા બાદૃ સોશિયલ મીડિયા અને રાજકીય વર્તુળોમાં તેની સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી હતી.
દિૃલ્હી પોલીસે વીડિયોની તેમજ સમગ્ર ઘટનાક્રમની કાનૂની રીતે સમીક્ષા કરી હતી. તપાસ દૃરમિયાન જાણવા મળ્યું કે વીડિયોમાં દૃેખાતી વ્યક્તિ સગીર વયની છે.
ભારતીય કાયદૃા મુજબ સગીરો સાથે સંબંધિત કેસોમાં બાળ અધિકારો અને કિશોર ન્યાય સંબંધિત જોગવાઈઓનું પાલન ફરજિયાત હોવાથી પોલીસે તેની સામે ફોજદૃારી કેસ નોંધવાનો નિર્ણય લીધો નથી.
આ મામલામાં અગાઉ ઉત્તર પ્રદૃેશની નોઇડા પોલીસે ઝીરો એફઆઈઆર નોંધાવી હતી, જેમાં ફરિયાદૃમાં યુવતીને ૨૫ વર્ષની દૃર્શાવવામાં આવી હતી.
જોકે બાદૃમાં સામે આવેલા એક વીડિયોમાં તેણે પોતે ૧૫ વર્ષની હોવાનું જણાવ્યું હતું. તેણે એવો દૃાવો પણ કર્યો હતો કે વિરોધ પ્રદૃર્શન દૃરમિયાન અન્ય લોકોના પ્રભાવ હેઠળ આવી તેણે આ પ્રકારની ટિપ્પણીઓ કરી હતી.

રિલેટેડ ન્યૂઝ