ભારત જ્યારે નેશનલ હેન્ડલૂમ ડેની ઉજવણી કરી રહ્યું છે, ત્યારે ભારતીય હોમ ટેક્સટાઇલ ઉત્પાદકો વૈશ્વિક મંચ પર દેશની કારીગરી અને ઉત્પાદન ક્ષમતાઓનું પ્રદર્શન કરવાનું ચાલુ રાખી રહ્યા છે. કાસા કોપનહેગન (ઈફતફ ઈજ્ઞાયક્ષવફલયક્ષ) જેવા વ્યવસાયો એમેઝોન ગ્લોબલ સેલિંગ (અળફુજ્ઞક્ષ ૠહજ્ઞબફહ જયહહશક્ષલ) દ્વારા યુનાઇટેડ સ્ટેટ્સ, કેનેડા, યુનાઇટેડ કિંગડમ, જર્મની, ફ્રાન્સ, ઇટાલી, સ્પેન, નેધરલેન્ડ, સ્વીડન અને બેલ્જિયમના ગ્રાહકો સુધી ભારતમાં બનેલા હોમ ટેક્સટાઇલ પહોંચાડવામાં મદદ કરી રહ્યા છે. કંપની આ વર્ષે વૈશ્વિક વેચાણમાં 5 મિલિયન યુએસ ડોલરને પાર કરવાના માર્ગ પર છે, તેની આ યાત્રા દર્શાવે છે કે કેવી રીતે ઇ-કોમર્સ નિકાસ ભારતીય વ્યવસાયોને વૈશ્વિક બ્રાન્ડ્સ બનાવવા માટે સક્ષમ બનાવી રહી છે અને સાથે જ વિશ્વભરના ગ્રાહકો સુધી ભારતીય કારીગરી પહોંચાડી રહી છે.
ભારતનો વ્યાપક ટેક્સટાઇલ ઉદ્યોગ દેશના અગ્રણી નિકાસ ક્ષેત્રોમાંના એક તરીકે પોતાનું સ્થાન મજબૂત કરવાનું ચાલુ રાખે છે. પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરો (ઙઈંઇ) અનુસાર, હસ્તકલા સહિત કુલ ટેક્સટાઇલ નિકાસ નાણાકીય વર્ષ 2025-26 માં 2.1% વધીને રૂ. 3.16 લાખ કરોડ થઈ છે. પરંપરાગત નિકાસ માર્ગોની સાથે, ઇ-કોમર્સ નિકાસ ભારતીય ઉત્પાદકો અને ખજખઊ માટે વિશ્વભરના ગ્રાહકો સુધી પહોંચવાની નવી તકો ઊભી કરી રહી છે. 2015 થી 2024 દરમિયાન એમેઝોન ગ્લોબલ સેલિંગ પર હોમ કેટેગરીમાં 39% ઈઅૠછ, એપેરલ (વસ્ત્રો)માં 37% ઈઅૠછઅને ફર્નિચરમાં 36% ઈઅૠછ સાથે ટેક્સટાઇલ કેટેગરીમાં મજબૂત માગ જોવા મળી છે. જેમ જેમ વધુ ભારતીય વ્યવસાયો વૈશ્વિક બ્રાન્ડ્સ બનાવી રહ્યા છે, તેમ તેઓ નવી પેઢીની ઇ- કોમર્સ નિકાસ સાથે ભારતના લાંબા સમયથી ચાલી આવતા ટેક્સટાઇલ અને હેન્ડલૂમ વારસાને પૂરક બનાવી રહ્યા છે.
