કલ્યાણ જ્વેલર્સે ગુજરાતનાં ભાવનગરમાં નવો શોરૂમ શરૂ કરીને કામગીરીનું વિસ્તરણ કર્યું

આંતરરાષ્ટ્રીય સ્તરનાં વાતાવરણમાં ખરીદીનો શાનદાર અનુભવ

ભારતની સૌથી ભરોસાપાત્ર અને મુખ્ય જ્વેલરી કંપનીઓમાંથી એક કલ્યાણ જ્વેલર્સે આજે ગુજરાતનાં ભાવનગરમાં પોતાનો નવો શોરૂમ શરૂ કર્યો હતો. આ ગુજરાત રાજ્યમાં કંપનીનો 20મો શોરૂમ છે, જેમાં કલ્યાણ જ્વેલર્સના અલગ-અલગ કલેક્શનમાંથી ડિઝાઇનોની એક મોટી રેન્જ ઉપલબ્ધ છે. ગ્રાહકોને અહીં શ્રેષ્ઠ વાતાવરણની સાથે આધુનિક સુવિધાઓ મળશે, જેથી તેમને એક શાનદાર અનુભવ મળશે. શાનદાર વાતાવરણ અને કલ્યાણ જ્વેલર્સની ખાસ જ્વેલરી રેન્જની ડિઝાઇનોનાં બહોળા કલેક્શન સાથે આ નવો શોરૂમ આ વિસ્તારના ગ્રાહકોને ખરીદીનો અજોડ અનુભવ આપવા તૈયાર છે.
આ નવા શોરૂમ પર કલ્યાણ જ્વેલર્સના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર શ્રી રમેશ કલ્યાણરામને કહ્યું હતું, ભાવનગરમાં અમારા સંપૂર્ણપણે નવા કલ્યાણ જ્વેલર્સ શોરૂમના લોંચ સાથે અમારો ઉદ્દેશ એક એવું વાતાવરણ ઊભું કરવાનો છે, જે ગ્રાહકોની ખાસ જરૂરિયાતોને પૂરી કરે અને તેમની ખરીદીના અનુભવને શ્રેષ્ઠ બનાવે. અમે પોતાને સતત નવું સ્વરૂપ આપીને ગ્રાહકોને વર્લ્ડ-ક્લાસ વાતાવરણ આપવાનો પ્રયાસ કરતા રહીશું. સાથે સાથે, કંપનીના ભરોસા અને પારદર્શકતાના મૂલ્યો પણ જાળવીશું. કલ્યાણ જ્વેલર્સમાં અમે ગુણવત્તા અને સર્વિસ પર ધ્યાન આપીને શાનદાર અને અનોખી જ્વેલરી ડિઝાઇનની મોટી રેન્જ પ્રસ્તુત કરતા રહીશું.
આ લોંચ પ્રસંગે કલ્યાણ જ્વેલર્સે ખાસ ઇન-સ્ટોર ઓફરની જાહેરાત કરી છે, જેમાં ઘડામણના ચાર્જ પર 25 ટકા સુધીની છૂટ મળશે. બ્રાન્ડના સ્પેશ્યલ ગોલ્ડ બોર્ડ રેટ બજારમાં સૌથી ઓછા છે અને તમામ શોરૂમમાં એકસમાન છે. તે પણ અમુક સમય માટે લાગુ રહેશે.

રિલેટેડ ન્યૂઝ