મેકપાવર સોલ્યુશન્સ લિમિટેડે ગુજરાત સરકાર સાથે પ્રસ્તાવિત 5 GWh બેટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમ એસેમ્બલી ફેસિલિટી માટે MoU પર હસ્તાક્ષર કર્યા

ગુજરાત સ્થિત સોલાર ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ક્લીન એનર્જી સોલ્યુશન્સ ક્ષેત્રની અગ્રણી કંપની મેકપાવર સોલ્યુશન્સ લિમિટેડે કરજણ ખાતે પ્રસ્તાવિત 5 ૠઠવ બેટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમ (ઇઊજજ) એસેમ્બલી ફેસિલિટી સ્થાપવા માટે ગુજરાત સરકાર સાથે મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ (ખજ્ઞઞ) પર હસ્તાક્ષર કર્યા છે. આ પ્રોજેક્ટ માટે અંદાજિત ₹160 કરોડનું રોકાણ કરવામાં આવશે. આ પ્રસ્તાવિત ફેસિલિટી દેશની એનર્જી સ્ટોરેજ ક્ષમતાને મજબૂત બનાવશે તેમજ ભારતના વિકસતા રિન્યૂએબલ એનર્જી ક્ષેત્રમાં મહત્વપૂર્ણ યોગદાન આપશે તેવી અપેક્ષા છે. આ ખજ્ઞઞ મેકપાવરની વિકાસયાત્રામાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન સમાન છે અને અદ્યતન મેન્યુફેક્ચરિંગ તથા એનર્જી સ્ટોરેજ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં રોકાણ દ્વારા ભારતના ક્લીન એનર્જી ટ્રાન્ઝિશનને સમર્થન આપવાની કંપનીની પ્રતિબદ્ધતાને વધુ મજબૂત બનાવે છે. પ્રસ્તાવિત ફેસિલિટી બેટરી એનર્જી સ્ટોરેજ સોલ્યુશન્સ માટે મજબૂત સ્થાનિક ઇકોસિસ્ટમના વિકાસમાં યોગદાન આપશે તેવી અપેક્ષા છે. રિન્યૂએબલ એનર્જીના અસરકારક એકીકરણ, ગ્રીડની સ્થિરતા વધારવા અને વિશ્વસનીય વીજ પુરવઠો સુનિશ્ચિત કરવા માટે બેટરી એનર્જી સ્ટોરેજ સોલ્યુશન્સનું મહત્વ સતત વધી રહ્યું છે.
ભારત તેના ક્લીન એનર્જી અને એનર્જી સિક્યુરિટી લક્ષ્યો તરફ આગળ વધી રહ્યું છે ત્યારે એનર્જી સ્ટોરેજ સિસ્ટમ્સ મોટા પાયે રિન્યૂએબલ એનર્જીના અમલીકરણને શક્ય બનાવવા તેમજ અનિયમિત વીજ ઉત્પાદન અને ગ્રીડ સ્ટેબિલિટી જેવા પડકારોનો સામનો કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે તેવી અપેક્ષા છે.

રિલેટેડ ન્યૂઝ