ગણપત યુનિવર્સિટી સ્થિતબી. એસ. પટેલ પોલિટેકનિકઅનેકે. બી. ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજીદ્વારા શૈક્ષણિક વર્ષ 2026-27માં પ્રવેશ મેળવનાર નવા વિદ્યાર્થીઓ માટે તા.27 અને 28 જુલાઈ, 2026દરમિયાન દ્વિ-દિવસીય “જ્યોતિર્ગમય – ઓરિએન્ટેશન પ્રોગ્રામ 2026″નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમનો મુખ્ય હેતુ નવા વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓને યુનિવર્સિટીની શૈક્ષણિક પરંપરા, વિવિધ સુવિધાઓ, ઉદ્યોગલક્ષી શિક્ષણ, સંશોધન, નવીનતા, વિદ્યાર્થી વિકાસ પ્રવૃત્તિઓ તથા કારકિર્દીની તકો અંગે માહિતગાર કરવાનો હતો.
કાર્યક્રમ દરમિયાન ગણપત યુનિવર્સિટીનામાનનીય પ્રમુખ પદ્મશ્રી ડો. ગણપતભાઈ આઈ. પટેલ (દાદા), ગ્રુપ પ્રો-ચાન્સેલર અને જોઈન્ટ પ્રેસિડેન્ટ ડો. મહેન્દ્ર શર્મા, પ્રિન્સિપલ ડોનર શ્રી બી. એસ. પટેલ, તેમજ યુનિવર્સિટીના અન્ય આગેવાનોએ વિદ્યાર્થીઓને આશીર્વચન અને પ્રેરણાદાયી માર્ગદર્શન આપ્યું.
પ્રથમ દિવસે મુખ્ય અતિથિ તરીકેકર્નલ રાજેશ ઓહોલ (ઇજ્ઞતભવ ઇંજ્ઞળય ઈજ્ઞળરજ્ઞિિં ઈંક્ષમશફ કમિં.) અને વિશિષ્ટ પૂર્વ વિદ્યાર્થી તરીકેશ્રી સ્નેહલ ભાવસાર (ઈંક્ષમીભજ્ઞિંવિંયળિ ૠજ્ઞિીા ઈંક્ષમશફ)એ વિદ્યાર્થીઓને ઉદ્યોગજગતની અપેક્ષાઓ, વ્યક્તિત્વ વિકાસ અને જીવનમૂલ્યો અંગે પ્રેરણાદાયી સંબોધન કર્યું. જ્યારે બીજા દિવસે મુખ્ય અતિથિ તરીકેશ્રી પિલ્લારી ગુણાકર રાવ (જયક્ષશજ્ઞિ ટશભય ઙયિતશમયક્ષિ,ં ઝશિવિં અલજ્ઞિ ઝયભવક્ષજ્ઞહજ્ઞલુ ઙદિ.ં કમિં.) તથા વિશિષ્ટ પૂર્વ વિદ્યાર્થીશ્રી અનિલ પટેલ, ડિરેક્ટર, જફિંહિશક્ષય ઈફતિ ઙદિ.ં કમિં.એ સફળ કારકિર્દી માટે સંવાદ કૌશલ્ય, વિનમ્રતા, સકારાત્મક અભિગમ અને સારા માનવી બનવાના મહત્વ પર ભાર મૂક્યો.
