સાવરકુંડલામાં ભાઈઓ-બહેનો રમતગમત સંકુલ ખાતે તા. 6 અને 7 ઓગસ્ટ, 2026 દરમિયાન 70મી અખિલ ભારતીય શાળાકીય અન્ડર-14, અન્ડર-17 અને અન્ડર-19 કરાટે સ્પર્ધાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ બે દિવસીય સ્પર્ધામાં જિલ્લાના વિવિધ વિસ્તારોમાંથી આવેલા 500થી વધુ કરાટે ખેલાડીઓ (ભાઈઓ અને બહેનો)એ ઉત્સાહભેર ભાગ લઈ પોતાની પ્રતિભાનું પ્રદર્શન કર્યું હતું. સમગ્ર સ્પર્ધા દરમિયાન રમતવીરોમાં ખેલદિલીનો ઉત્તમ માહોલ જોવા મળ્યો હતો. આ સફળ આયોજન બદલ જિલ્લા રમતગમત અધિકારી પૂનમબેન દ્વારા સાવરકુંડલા રમતગમત કચેરીના સમગ્ર સ્ટાફ, બહારથી પધારેલા પી.ટી. શિક્ષકો, કોચીસ, વાલીગણ, આરોગ્ય વિભાગ, ઇલેક્ટ્રિક વિભાગ, ઇલેક્ટ્રોનિક મીડિયા તેમજ પ્રિન્ટ મીડિયા સહિત સહયોગ આપનાર તમામનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. સ્પર્ધાના સફળ આયોજનમાં જિલ્લા રમતગમત અધિકારી પૂનમબેન, કરાટે રેફરી પાર્થભાઈ તથા તેમની ટીમ, પી.ટી. શિક્ષક દીપકભાઈ વાળા, દિગ્વિજયસિંહ ઝાલા તેમજ સાવરકુંડલા રમતગમત સંકુલના પ્રકાશભાઈ સલખા સહિત તમામના અથાક પરિશ્રમ અને સહયોગથી સમગ્ર કાર્યક્રમ સફળતાપૂર્વક પૂર્ણ થયો હતો. આ પ્રસંગે સંસ્થાના વડા પૂજ્ય ભગવત પ્રસાદદાસજી સ્વામી, ગુરુકુળના પ્રમુખ શાસ્ત્રી હરિપ્રસાદદાસજી સ્વામી, સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી કોઠારી સ્વામી અક્ષરમુક્ત સ્વામી તથા કેમ્પસ ડાયરેક્ટર વ્યાસે સફળ આયોજન બદલ આયોજકો, અધિકારીઓ અને સમગ્ર ટીમને અભિનંદન પાઠવી તેમની કામગીરીને બિરદાવી હતી.
રિલેટેડ ન્યૂઝ
-
અમરેલીમાં અનુકંપા ફાઉન્ડેશન દ્વારા “ટૂ વ્હીલર ફોર ટૂ અભિયાન શરૂ કરાયું
ટુ વ્હીલર ચાલકને જરૂરિયાતમંદોને સુરક્ષિત લિફટ આપવા તૈયાર કરાશે અમરેલીનાં જાણીતા ડો. ભરત કાનાબારનાં નેતૃત્વમાં જિલ્લાભરમાં... -
આરોગ્ય મંત્રી પાનસેરીયાએ સાવરકુંડલાની લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિર’ની શુભેચ્છા મુલાકાત લીધી
સંપૂર્ણ નિ:શુલ્ક અને ઉત્કૃષ્ટ સારવારના સેવાકીય યજ્ઞને બિરદાવ્યા વિદ્યાગુરુ ફાઉન્ડેશન’ સંચાલિત પ્રસિદ્ધ ‘લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિર’... -
દિલ્હીથી જામનગર પહોંચાડવાનો સ્ક્રેપ ઓળવી જનાર ડ્રાયવર અને ક્લીનરની ધરપકડ
ભક્તિનગર પોલીસે 2.22 કરોડનો બ્રાસ સ્ક્રેપ સહિતનો મુદ્ામાલ કબ્જે કર્યો ઢેબર રોડ પર આવેલ શ્રી શ્યામ...
