સંપૂર્ણ નિ:શુલ્ક અને ઉત્કૃષ્ટ સારવારના સેવાકીય યજ્ઞને બિરદાવ્યા
વિદ્યાગુરુ ફાઉન્ડેશન’ સંચાલિત પ્રસિદ્ધ ‘લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિર’ ની આજરોજ રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલભાઈ પાનસેરીયાએ ખાસ મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન તેમણે હોસ્પિટલમાં ઉપલબ્ધ સમગ્ર વિભાગોની વિસ્તૃત માહિતી મેળવી તથા અહીંની આધુનિક તબીબી સુવિધાઓનું વિગતવાર નિરીક્ષણ કર્યું હતું અને સંસ્થા દ્વારા ચલાવવામાં આવતા આરોગ્યલક્ષી સેવાકીય મહાયજ્ઞને નિહાળીને ઊંડો રાજીપો વ્યક્ત કર્યો હતો.
શ્રી વિદ્યાગુરુ ફાઉન્ડેશન સંચાલિત શ્રી લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિર સાવરકુંડલા શહેર તેમજ આસપાસના સમગ્ર ગ્રામ્ય વિસ્તાર માટે આરોગ્ય ક્ષેત્રે સાચા અર્થમાં આશીર્વાદરૂપ સાબિત થઈ છે. આ મલ્ટી-સ્પેશિયાલિટી હોસ્પિટલમાં કોઈપણ જાતના અમીર-ગરીબ કે જ્ઞાતિ-જાતિના ભેદભાવ વિના તમામ પ્રકારની સારવાર, લેબોરેટરી પરીક્ષણ, દવાઓ તેમજ પૌષ્ટિક ભોજન સહિતની તમામ સુવિધાઓ દર્દીઓને અવિરતપણે પૂરી પાડવામાં આવે છે.
અંતમાં આરોગ્ય મંત્રીનું હનુમાનજીની ભવ્ય પ્રતિમા આપી તથા શાલ ઓઢાડી સન્માન ડો પ્રકાશ કટારીયા દ્વારા કરવામાં આવ્યું મેડિકલ સુપ્રિન્ટેન્ડેન્ટ ડો. પ્રકાશ કટારિયા અને કર્મચારી ગણની પ્રશંસા મંત્રીએ કરી હતી.
