ત્રણ આરોપી વાસણા ગામેથી અને એક અમદાવાદથી પકડાયો
પેરોલ ફર્લો સ્ક્વોર્ડ દ્વારા એડી. ચીફ જ્યુડી. મેજી.ની કોર્ટ, ધારીના ફોજદારી કેસ નં.239/2004 મુજબના ક્રિમીનલ ટાર્ગેટેડ કેસના નાસતા ફરતા આરોપીઓ બાબતે હ્યુમન ઇન્ટેલીજન્સ તથા ટેક્નીકલ સોર્સ આધારે હકીકત મેળવી તા.15 ના રોજ ક્રિમીનલ ટાર્ગેટેડ કેસના નાસતા ફરતા 3 આરોપીઓને નીજાનંદ આશ્રમ, વાસણા (છોટા ઉદેપુર) ખાતેથી તેમજ એક આરોપીને વેજલપુરજિ.અમદાવાદ) ખાતેથી પકડી આગળની ઘટતી કાર્યવાહી સારૂ ધારી પોલિસ સ્ટેશન ખાતે સોંપી આપેલ છે.
આ ક્રિમીનલ ટાર્ગેટેડ કેસમાં પેરોલ ટીમ દ્વારા છેલ્લા ચાર માસથી નાસતા ફરતા આરોપીઓ શોધી કાઢવા બાબતે ખૂબ જ ઉંડાણપૂર્વક તપાસ શરૂ કરવામાં આવેલ જે તપાસમાં આરોપીઓ વિરૂદ્ધમાં દાખલ થયેલ કેસ બાબતની વિગત એડી. કોર્ટ, ધારીથી મેળવવામાં આવેલ તેમજ આરોપીઓ કેસ સમયે ધારી તાલુકાના દલખણીયા વિસ્તારમાં રહેતા હતા અને તેમનુ મુળ ગામ બગસરા ખાતે હતુ. જેથી ટીમ દ્વારા બંને જગ્યાએ હ્યુમન ઇન્ટેલીજન્સથી તપાસ કરવામાં આવેલ પણ કોઇ ફળદાયક હકીકત મળેલ નહી. તેમજ હું આરોપીઓ બાબતે ઇગુજકોપ પોર્ટલ, ઈંઈઉંજ પોર્ટલ, તથા ગાંડીવ પોર્ટલમાં આરોપીઓના નામ સર્ચ કરવામાં આવેલ પરંતુ તેમા પણ કોઇ ફળદાયક હકીકત મળેલ નહી.
ત્યારબાદ પેરોલ ટીમને અંગત બાતમીદાર મારફતે હકીકત મળેલ કે હું કેસના મુખ્ય આરોપી હર્ષદભાઇ વ્યાસની દીકરી રાજકોટ સાસરે હોવાની હકીકત મળેલ જેથી રાજકોટ ખાતે હ્યુમન ઇન્ટેલીજન્સથી તપાસ કરાવતા કેસના આરોપીઓ જે તે સમયે ધારી વિસ્તારમાં રહેતા હતા. ત્યાંથી પ્રથમ રાજકોટ શીફ્ટ થયેલ ત્યાં થોડા વર્ષો રહ્યા બાદ અમદાવાદ શીફ્ટ થયેલ ત્યારબાદ નર્મદા જિલ્લાના કેવડીયા વિસ્તારમાં શીફ્ટ થયેલ અને હાલમાં આ કેસના ત્રણ આરોપીઓ હર્ષદભાઇ શામળજીભાઇ ઉર્ફે શામળભાઇ વ્યાસ અને તેના બંને દીકરા સમીરભાઇ હર્ષદભાઇ વ્યાસ તથા નીરજ હર્ષદભાઇ વ્યાસ સંખેડા તાલુકાના વાસણા ગામે શીફ્ટ થયેલ હોય, જેમાં આરોપી નીરવ જે હાલમાં સ્વામી નીજાનંદગીરી તરીકે નીજાનંદ આશ્રમ ચલાવતા હોવાની હકીકત અલગ અલગ માધ્યમથી મેળવવામાં આવેલ અને આરોપી મુકેશભાઇ વ્યાસ જે હાલમાં અમદાવાદ, વેજલપુર વિસ્તારમાં રહી મંદિરમાં સેવાપૂજા કરતા હોવાની હકીકત મેળવવામાં આવેલ જે તમામ માહિતી બાબતે ખરાઇ કરવામાં આવેલ ત્યારબાદ પેરોલ ટીમ દ્વારા સંખેડા તાલુકાના વાસણા ગામે જઇ કેસના 3 આરોપીને વાસણા આશ્રમ ખાતેથી તેમજ 1 આરોપીને અમદાવાદ વેજલપુર ખાતેથી શોધી કાઢી અટક કરવામાં આવેલ છે. અને આગળની ઘટતી કાર્યવાહી સારૂ ધારી પોલિસ સ્ટેશન ખાતે સોંપી આપેલ છે.
