વીમા ગ્રાહકો માટે રાહતની ખબર: સેકટરમાં તોળાતા મોટા ફેરફાર, ઈન્સ્યોરન્સ થશે સસ્તો

વીમો ખરીદનારાઓ માટે રાહતભરી ખબર છે. ભારતીય વિમા નિયામક તેમજ વિકાસ ઓથોરિટી (ઈરડા) દેશના ઈુસ્યોરન્સ સેકટરમાં અત્યાર સુધીનો સૌથી મોટો ફેરફાર કરવા જઈ રહી છે.
જેનો ઉદેશ ગ્રાહકોને મિસ-સેલિંગથી બચાવવાનો છે અને ભારેખમ વિતરણ ખર્ચને ઘટાડી વીમાને સસ્તો બનાવવાનો છે.
આ પરિવર્તનમાં એજન્ટોના ‘અપફ્રન્ટ કમિશન’ પર કાતર ચાલશે. અત્યાર સુધી વીમા કંપનીઓમાં પ્રથમ વર્ષનું પ્રીમીયમ આવતા જ એજન્ટોને 30થી40 ટકા સુધીનું ભારેખમ અપફ્રન્ટ કમીશન મળી જતું હતું. હવે ઈરડા આ સીસ્ટમને ખતમ કરીને તેને ‘સ્ટેગર્ડ મોડલ’માં બદલવા જઈ રહી છે એટલે કે કમીશન હવે એક સાથે નહીં પણ પોલીસના પુરા સમયગાળા દરમિયાન હપ્તામાં આપવામાં આવશે. આથી એજન્ટ માત્ર પોલીસી વેચવા પર ફોકસ કરવાને બદલે ગ્રાહકને લાંબા સમય સુધી સર્વિસ આપવા પર ધ્યાન આપશે.
આ ઉપરાંત બેન્કોની જબરદસ્તી પર પણ રોક લાગશે. હંમેશા એવુ જોવામાં આવે છે કે જયારે આપ કાર લોન કે હોમ લોન લેવા જાઓ છો ત્યારે બેન્ક કર્મચારી શરત રાખે છે કે લોન ત્યારે પાસ થશે જયારે તમે તેની પાર્ટનર કંપનીનો મોંઘો વીમો ખરીદશો. ઈરડા હવે ક્રેડીટની સાથે વીમાની આ અનિવાર્ય બંડલીંગ પર પુરી રીતે બાન લગાવવા જઈ રહી છે. અહેવાલો મુજબ કમીશન માત્ર પ્રીમીયમની રકમના આધારે નકકી કરવાને બદલે વીમા ઉત્પાદનની જટિલતા, ગ્રાહકને આપવામાં આવતી સેવા, વેચાણનો પ્રયાસ અને ડિસ્ટ્રીબ્યુશન ચેનલ જેવા પાસાઓને જોડવાનો પ્રયાસ રાખવામાં આવ્યો છે.
નિયામકે જણાવ્યું હતું કે વર્ષ 2023થી 2025 દરમિયાન એક સેમ્પલમાં કોર્પોરેટ એજન્ટો સાથે જોડાયેલ નવા કારોબારનું પ્રીમીયમ 28 ટકા વધીને રૂા.63000 કરોડથી વધીને રૂા.80 હજાર કરોડ થયું. જયારે કુલ વિતરક પેમેન્ટ 125 ટકા વધીને રૂા.9580 કરોડથી વધીને રૂા.21600 કરોડ થઈ ગયું છે. ઈરડાએ વીમા વેબસાઈટો પર ઉપયોગ થતા તથાકથિત ‘ડાર્ક પેટર્ન’ પર પણ રોક લગાવવાનો પ્રસ્તાવ રાખ્યો છે. ઉલ્લેખનીય છે કે કોઈ વીમા ઉત્પાદનની કિંમત કે ફીચર્સ દેખાડતા પહેલા ગ્રાહકના મોબાઈલ નંબર કે અન્ય ખાનગી જાણકારી માંગવા પર પ્રતિબંધ લગાવવામાં આવશે.

રિલેટેડ ન્યૂઝ