વાળ ખરતા અને સફેદ થતા રોકશે આ હોમમેઇડ ‘આમળા વોટર’, જાણો બનાવવાની અને વાપરવાની યોગ્ય રીત

આજના સમયમાં નાની ઉંમરમાં વાળ સફેદ થવા, મૂળમાંથી નબળા પડવા અને સતત ખરવા જેવી સમસ્યાઓ સામાન્ય બની ગઈ છે. કેમિકલયુક્ત શેમ્પૂ, માસ્ક કે પ્રોડક્ટ્સ બદલવા છતાં ઈચ્છિત પરિણામ મળતું નથી. આવી સ્થિતિમાં આયુર્વેદિક અને કુદરતી ઉપાય સૌથી વધુ અસરકારક સાબિત થાય છે. આમળા વાળ માટે સંજીવની સમાન માનવામાં આવે છે. તેનો આહારમાં સમાવેશ કરવા ઉપરાંત જો તેને આમળાના પાણીના રૂપમાં વાળમાં લગાવવામાં આવે, તો વાળ મૂળમાંથી મજબૂત અને કાળા બને છે.

આમળાનું પાણી વાળ માટે કેમ ફાયદાકારક છે?
આમળામાં ભરપૂર માત્રામાં વિટામિન-સી, એન્ટિ-ઓક્સિડન્ટ્સ અને જરૂરી ફેટી એસિડ્સ રહેલા છે, જે સ્કેલ્પ (માથાની ત્વચા)ને ઊંડું પોષણ આપે છે. આચાર્ય બાલકૃષ્ણના જણાવ્યા અનુસાર, આમળાના નિયમિત ઉપયોગથી વાળની મોટાભાગની સમસ્યાઓમાંથી મુક્તિ મેળવી શકાય છે.

વાળનો વિકાસ ઝડપી બનાવે: વિટામિન-સી કોલેજન પ્રોડક્શન વધારી વાળની લંબાઈ અને ગ્રોથમાં મદદ કરે છે.

અકાળે સફેદ થતા અટકાવે: તે વાળના કુદરતી પિગ્મેન્ટને જાળવી રાખી વાળને કાળા રાખવામાં મદદરૂપ થાય છે.

વાળનું તૂટવું ઘટાડે: વાળના મૂળને પોષણ આપીને તેને મજબૂત અને ઘાટા બનાવે છે.

ઇન્ફેક્શનથી રક્ષણ: સ્કેલ્પ પર થતા ખોડા કે ચેપ સામે રક્ષણ પૂરું પાડે છે.

ઘરે ‘આમળા વોટર’ બનાવવાની રીત
આમળાનું પાણી તાજા લીલા આમળામાંથી તેમજ આમળાના પાવડરથી પણ બનાવી શકાય છે.

સામગ્રી:
તાજા લીલા આમળા: ૪ થી ૫

પાણી: ૧ લીટર

બનાવવાની પદ્ધતિ:
૧. સૌપ્રથમ તાજા આમળાને પાણીથી બરાબર ધોઈને તેના નાના-નાના ટુકડા કરી લો.

૨. એક વાસણમાં ૧ લીટર પાણી ગરમ કરવા મૂકો અને તેમાં સમારેલા આમળા ઉમેરો.

૩. પાણીનો રંગ બદલાઈને હળવો ભૂરો (બ્રાઉન) થાય ત્યાં સુધી તેને બરાબર ઉકાળો.

૪. ત્યારબાદ ગેસ બંધ કરી પાણીને ઓરડાના તાપમાને ઠંડુ થવા દો.

૫. ઠંડુ થયા પછી તેને ગાળીને એક કાચની કે સ્પ્રે બોટલમાં ભરી લો.

ઉપયોગ કરવાની સાચી રીત
કેવી રીતે લગાવવું: વાળ ધોવાના ૧ થી ૨ કલાક પહેલાં આ પાણીને માથાના મૂળમાં (સ્કેલ્પ પર) સ્પ્રે કરો અથવા હાથથી હળવા હાથે માલિશ કરીને લગાવો.

વાળ ધોવા: ૧-૨ કલાક પછી કોઈ પણ માઈલ્ડ (હળવા) શેમ્પૂથી વાળ ધોઈ લો.

કેટલી વાર વાપરવું: અઠવાડિયામાં ૨ વાર આ ઉપાય અજમાવવાથી વાળમાં સ્પષ્ટ તફાવત જોવા મળશે.

રિલેટેડ ન્યૂઝ