પપ્પુ યાદવનું સંસદ સભ્ય પદ રદ કરવા માંગ
ગીર સોમનાથ જીલ્લા સનાતન સંત સમાજ દ્વારા પપ્પુ યાદવ ના સાંસદ સભ્ય પદ રદ કરવા માટે કલેકટરને આવેદનપત્ર પાઠવેલ છે.
ગીર સોમનાથ જીલ્લા સનાતન સંત સમાજ દ્વારા પાઠવેલ આવેદન પત્રમાં જણાવેલ કે, તા.31 જુલાઇ 2026 ના સંસદ ભવનના પવિત્ર પ્રાંગણમાં પપ્પુ યાદવ ભગવા વેશ ધારણ કરી પવિત્ર સાધુ સંતોની છબી ધૂળધાણી કરવાનો હીન પ્રયાસ કરવામાં આવ્યો હતો. ઉપરાંત પ્રદર્શન દરમ્યાન ભગવાન શ્રી રામ નું ચિત્ર પોતાના અને અન્ય લોકોના પગ પાસે રાખી સનાતન ધર્મની લાગણી દુભાવી હતી. પપ્પુ યાદવ દ્વારા ભગવા વસ્ત્રો પહેરીને કરવામાં આવેલ કૃત્યથી સમસ્ત સંત સમાજ નું અપમાન થયું હોય તેના વિરોધમાં મોરબી જિલ્લા સનાતન સંત સમાજ ના નેતૃત્વમાં બહોળી સંખ્યામાં હિન્દુ સમાજ ની ઉપસ્થિતિમાં ગીર સોમનાથ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર સુપ્રત કરવામાં આવ્યું છે. આ આવેદનપત્ર દ્વારા રાષ્ટ્રપતિને માંગ કરવામાં આવી કે આ કૃત્યમાં સંકળાયેલા તમામ સાંસદો સામે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તથા તેમના સાંસદપદ ને તાત્કાલિક અસરથી રદ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવે તેમ જણાવેલ છે. આ સમગ્ર કાર્યક્રમમાં મહંત કમલાશરનદાસ બાપુ, ભુલેશ્વર, મોહન ગીરીબાપુ ભુવડ ધામ મહામંડલેશ્વર બજરંગદાસ બાપુ નિરાલી ખોડીયાર મંદિર શાસ્ત્રી સ્વામી ભક્તિ પ્રકાશજી ગુરુકુળ સોમનાથ ઋષિ બાપુ માધવરાય મંદિર, પ્રાચી સુકાંત ગિરી મહારાજ લોઢવા વગેરે આગેવાનીમાં જિલ્લા ભરના હિન્દુ સંગઠનના કાર્યકર્તાઓ બહોળી સંખ્યામાં જોડાયા હોવાનું એક યાદીમાં જણાવેલ છે.
