ધોરાજીના ઝાંઝમેર નજીક ઉતાવળી નદીમાં ગેરકાયદે ખનીજ ચોરી ઝડપાઈ

જેસીબી, ટ્રેકટર સહિત 35 લાખનો મુદામાલ જપ્ત

ધોરાજી અને ઉપલેટા તાલુકો રેતી ચોરી અને ખનીજ ચોરી માટે જાણીતો વિસ્તાર છે આ વિસ્તારમાંથી અનેકવિધ નદીઓ નીકળતી હોવાથી ખનીજ ચોરી મોટાપાયે થઈ રહી છે. એવામાં રેન્જ આઈજી નિર્લિપ્ત રોય અને તેમની વિભાગની ટીમને મળેલી માહિતીને આધારે ધોરાજી તાલુકાના ઝાંઝમેર ગામ પાસે ઉતાવળી નદીમાં કેટલા ઇસમો દ્વારા કંઈક ચોરી થતી હોવાની માહિતી મળતા પોલીસ ઇન્સ્પેક્ટર અપૂર્વ પટેલ અને તેમની ટીમ દ્વારા ખનીજ ચોરી પર રેડ કરવામાં આવતા ઝાંઝમેર તરફ જતા રસ્તે મંગલેશ્વર મહાદેવ મંદિરની પાછળના વિસ્તારમાં આવેલ નદીમાંથી એક જેસીબી બે ટ્રેક્ટર રેતી નો જથ્થો કુલ મળી 35 લાખનો મુદ્દામાલ પોલીસે ઝડપી પાડ્યો હતો અને તેની સાથે ભુરાભાઈ કોડીયાતર, અરજણભાઈ રબારી, ધવલભાઇ ડાભી, સુરેશભાઈ રોજાસરા, મયુરભાઈ રબારી અને જીગ્નેશભાઈ સોલંકી મળી આવ્યા હતા. આ મામલે પોલીસ દ્વારા ખાણ ખનીજ વિભાગને વિશેષ કાર્યવાહી કરવા માટે તપાસ સોંપવામાં આવી હતી.

રિલેટેડ ન્યૂઝ