ઉનાના દેલવાડાના ગુપ્ત પ્રયાગ ખાતે 72 જેટલા વૃદ્ધોની આરોગ્ય તપાસ, નિ:શુલ્ક દવાઓનું વિતરણ

વૃદ્ધાવસ્થામાં આરોગ્યની હૂંફ બની આરોગ્ય ટીમ પહોંચી વૃદ્ધાશ્રમના આંગણે

આંતરરાષ્ટ્રીય વૃદ્ધ દિવસ માત્ર એક દિવસની ઉજવણી નહીં, પરંતુ જીવનભર સમાજને પોતાની સેવા અનુભવ થી સમૃદ્ધ બનાવનાર વડીલો પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવા નોઅવસર છે. આભાવનાને સાકાર કરતાં દેલવાડામુકામે ગુપ્ત પ્રયાગ ખાતે પરમ પૂજ્ય મુક્તાનંદ બાપુ દ્વારા સ્થાપિત વૃદ્ધાશ્રમમાં આરોગ્યલક્ષી સેવાકીય પ્રવૃત્તિનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.
તા. 1 ઓક્ટોબરના આંતરરાષ્ટ્રીય વૃદ્ધ દિવસ નિમિત્તે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દેલવાડાના મેડિકલ ઓફિસર આરોગ્ય વિભાગની ટીમ દ્વારા વૃદ્ધાશ્રમમાં રહેતા 72 જેટલા વૃદ્ધોની વિવિધ પ્રકારની આરોગ્ય તપાસ કરવા માં આવીહતી.વડીલોનેઆરોગ્ય અંગે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું તેમજ તપાસ દરમિયાન જરૂરી જણાય તેવી દવાઓ વિનામૂલ્યે આપવામાં આવીહતી.
આરોગ્ય સેવા માત્ર તપાસ પૂરતી મર્યાદિત ન રહે તે માટે આરોગ્ય વિભાગ દ્વારા પોર્ટેબલ ડ-છફુ મશીનની સુવિધા પણ સ્થળ પર જ ઉપલબ્ધ કરાવવામાં આવી હતી. જેના દ્વારા આશરે 52 જેટલા વૃદ્ધોના ડ-છફુ સ્થળ પર જ લેવામાં આવ્યા હતા. વૃદ્ધાશ્રમમાં જ આધુનિક તપાસની સુવિધા મળતાં વડીલોને હોસ્પિટલ સુધી જવાની અગવડમાંથી પણ રાહત મળી હતી.
આ પ્રસંગે તાલુકા આરોગ્ય અધિકારી ડો. વિપુલભાઈ દુમાતર સહિત આરોગ્ય વિભાગની ટીમ ઉપસ્થિત રહી હતી. ડો. વિપુલભાઈ દુમાતરે પણ વૃદ્ધોની વ્યક્તિગત રીતે આરોગ્ય તપાસ કરી હતી અને તેમની તબિયત, ઉંમરજન્ય તકલીફો તથા જરૂરી આરોગ્ય સંભાળ અંગે માર્ગદર્શન આપ્યું હતું.
આ ઉપરાંત તાલુકા પ્રોગ્રામ આસિસ્ટન્ટ મેહુલભાઈ કાગડા ટી.બી દવા સલાહકાર રવિભાઈ ચાંચિયાસહિત ના આરોગ્ય કર્મચારીઓએ ઉપસ્થિત રહી સેવાકીય કામગીરીમાં સહભાગી બની વૃદ્ધોની આરોગ્ય તપાસ અને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.
વૃદ્ધાવસ્થામાં નિયમિત આરોગ્ય તપાસ અત્યંત જરૂરી બની રહે છે. ખાસ કરીને ઉંમર વધતા વિવિધ પ્રકારની શારીરિક તકલીફો, હાડકાં સંબંધિત સમસ્યાઓ તથા અન્ય બીમારીઓનું સમયસર નિદાન થાય તે મહત્વનું છે. ત્યારે વૃદ્ધાશ્રમના આંગણે જ તબીબી ટીમ, દવાઓ અને પોર્ટેબલ ડ-છફુ જેવી સુવિધા ઉપલબ્ધ થતાં વડીલોના ચહેરા પર સંતોષ જોવા મળ્યો હતો.
વડીલોની સેવા એટલે માનવતાની સેવા’નો સુંદર સંદેશ પ્રસરાવ્યો હતો. આંતરરાષ્ટ્રીય વૃદ્ધ દિવસની ઉજવણીને માત્ર ઔપચારિક કાર્યક્રમ પૂરતી ન રાખી આરોગ્ય સેવા સાથે જોડીને વડીલો પ્રત્યેસંવેદનશીલતા અને સામાજિક જવાબદારીનું અનોખું ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું હતું.

રિલેટેડ ન્યૂઝ