બે મહિલા સહિત સાત શખ્સો પાસેથી હજારો રૂપિયાનો દેશી દારૂ અને આથો મળ્યા: ટ્રાફિક નિયમનો ભંગ કરનારા ચાર શખ્સો સામે નોંધાયા ગુન્હા
મીલપરાની પોલીસચોકી પાસે વિદેશીદારૂની 10 બોટલ સાથે યુવાન ઝડપાયો છે. તથા બે મહિલા સહિત સાત શખ્શો પાસેથી હજારો રૂપિયાનો દેશી દારૂ અને આથો મળ્યા ઉપરાંત ટ્રાફિક નિયમનો ભંગ કરનારા ચાર શખ્શો સામે ગુન્હા નોંધાયા હતા.
વિદેશી દારૂનો દરોડો
પોરબંદરના કડીયાપ્લોટ શેરીનં. 8ના ખાડીકાંઠે રહેતા વિજય મોહન બામણીયા નામના યુવાનને મીલપરા વિસ્તારમાં કામદાર ચોક પાસેથી એટલે કે મીલપરા પોલીસચોકી નજીકથી વિદેશી દારૂની 10 બોટલ સહિત 1410ના મુદ્ામાલ સાથે પકડી લીધો હતો.
વાહનચાલકો સામે પગલા
રાણાવાવના વાગડીયાવાસમાં રહેતા ધવલ મનસુખ પનારાને રાણાવાવ-જામનગર ચોકડી પરથી ફૂલસ્પીડે બાઇક ચલાવતા પકડી લીધો હતો. આદિત્યાણના વિજય મગન સાદીયાને દારૂ પીધેલી હાલતમાં બાઇક ચલાવતા બગવદર ચાર રસ્તેથી પકડી લીધો હતો. કડછના કાંધલ ખીમા જાડેજાને નશાની હાલતમાં સ્કૂટર ચલાવતા ગોસા ચેકપોસ્ટ પરથી પકડી લીધો હતો. બોખીરાની આવાસ યોજનામાં રહેતા દિલીપ અર્જુન કોટીયાને પીધેલી હાલતમાં મોપેડ ચલાવતા જુના જકાતનાકા પાસેથી પકડી લીધો હતો.
દેશી દારૂ સબબ કાર્યવાહી
જ્યુબેલીના ગુરુકુળના ગેટ પાસે રહેતી અને અનેક વખત દારૂ સાથે પકડાઇ ચુકેલી રતનબેન વિનોદ ઉર્ફે ટીનયો ઝાલા પાસેથી 2200 રૂા.નો દારૂ મળતા સવારે પોલીસમથકે હાજર થવા જણાવાયુ હતુ. રાણાવડવાળાનો જયમલ ભરત ઓડેદરા હાજર મળી આવ્યો ન હતો પરંતુ પોલીસે બાવળની કાટમાંથી 15 લીટર આથો સહિત 425નો મુદામાલ કબ્જે કરીને ગુન્હો દાખલ કર્યો છે. કુતિયાણાના તલાવડી વિસ્તારમાં રહેતી પુરીબેન કેશુ મોઢવાડીયા હાજર મળી આવી ન હતી પરંતુ તેના બાથરૂમમાંથી 600 રૂા.નો દારૂ મળ્યો હતો. મૂળ માધવપુરના અનીલ પરબત ડોકલને 400 રૂા.ના દારૂ સાથે માધવપુર ગામેથી પકડી લીધો હતો. બોખીરાની આવાસ યોજનામાં રહેતા ધ્રુવ સુરેશ સરવૈયાને 2400 રૂા.ના દારૂ સાથે કુછડી રોડ પર સુપર ગેસની સામેથી પકડી લીધો હતો બોખીરાની આવાસ યોજનામાં રહેતા સચીનગીરી ઇશ્ર્વરગીરી ગોસ્વામીને 2200 રૂા.ના દારૂ સાથે બાપા સીતારામની મઢુલી પાસેથી પકડી લીધો હતો. જાવરની સોસાયટીમાં રહેતા નિલેષ મહેશ સોલંકીને 200 રૂા.ના દારૂ સાથે પકડી લેવાયો હતો.
