ઝારખંડમાં અનશનકારી છાત્રોની બગડતી તબીયતથી સરકાર ટેન્શનમાં: એક વિદ્યાર્થી આઈસીયુમાં દાખલ

જેએસએસસી અને જેપીએસસી સહિત વિભિન્ન સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં કથિત ગેરરીતિઓના વિરોધમાં ચાલી રહેલા છાત્રોના આંદોલનમાં હવે અનશનકારી છૉત્રોની બગડતી તબીયત મોટો મુદો બની ગઈ છે. અનશન પર બેઠેલા છાત્રો પૈકી પલામુ નિવાસી રાહુલની તબીયત અચાનક બગડતા તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. દરમિયાન આંદોલનમાં છાત્રો ઉમટવા લાગ્યા છે અને વિધાનસભા કૂચ કરી રહ્યા છે.
આ મામલે વધુમાં જાણવા મળતી વિગત મુજબ આંદોલનકારી છાત્ર રાહુલની અનશન દરમિયાન તબીયત બગડતા તેને હોસ્પિટલમાં દાખલ કરાયો છે, જયાં તેની હાલત જોઈને ડોકટરોએ તેને આઈસીયુમાં ભરતી કરી સારવાર શરૂ કરી છે. સ્વાસ્થ્ય મંત્રી ડો. ઈરફાન અંસારી છાત્રને મળવા હોસ્પિટલે પહોંચ્યા છે અને પ્રશાસન પણ સક્રીય બન્યું છે.
એસડીઓ અને એસડીએમ હોસ્પિટલે પહોંચ્યા છે અને રાહુલની તબીયતની જાણકારી મેળવી છે અને જરૂરી ચિકિત્સા સુવિધા ઉપલબ્ધ કરાવવાનો નિર્દેશ કર્યો છે.

રિલેટેડ ન્યૂઝ