અમેરિકા-ઇરાન વાટાઘાટોને લઇને વિરોેધાભાસી દૃાવા વચ્ચે હોર્મુઝની ખાડીમાં ફરી એક જહાજ પર હુમલો

અમેરિકા અને ઈરાન વચ્ચે સંભવિત વાટાઘાટોને લઈને વિરોધાભાસી નિવેદૃનો વચ્ચે હોર્મુઝની ખાડીમાં ફરી એકવાર જહાજ પર હુમલાની ઘટના સામે આવતા મધ્ય પૂર્વમાં તણાવ વધુ ઘેરો બન્યો છે. વૈશ્ર્વિક કાચા તેલના વેપાર માટે અત્યંત મહત્વપૂર્ણ ગણાતી હોર્મુઝની ખાડીમાં સર્જાયેલી આ ઘટનાએ આંતરરાષ્ટ્રીય ઊર્જા પુરવઠા અને વૈશ્ર્વિક બજારો અંગે નવી િંચતા ઊભી કરી છે.
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે દૃાવો કર્યો છે કે અમેરિકા અને ઈરાન વચ્ચે વાટાઘાટો ચાલી રહી છે અને તેહરાન માટે સમજૂતી કરવાની આ “છેલ્લી તક” છે. ટ્રમ્પના જણાવ્યા અનુસાર, આ પ્રક્રિયા સાઉદૃી અરેબિયા, સંયુક્ત આરબ અમીરાત, કતાર અને અન્ય પ્રાદૃેશિક દૃેશોની વિનંતી બાદૃ આગળ વધી રહી છે.
જોકે, ઈરાને અમેરિકાના આ દૃાવાને સંપૂર્ણપણે નકારી કાઢ્યો છે. ઈરાનના વિદૃેશ મંત્રાલયના પ્રવક્તા ઇસ્માઈલ બઘાઈએ સ્પષ્ટ જણાવ્યું કે અમેરિકા સાથે કોઈ વાટાઘાટો ચાલી રહી નથી અને આવી કોઈ બેઠક પણ નક્કી કરવામાં આવી નથી. ઈરાને પોતાના વલણમાં કોઈ ફેરફાર ન હોવાનું જણાવ્યું છે.
આ દૃરમિયાન યુકે મેરિટાઇમ ટ્રેડ ઓપરેશન્સ (ેંર્સ્ં)ના જણાવ્યા અનુસાર, ઓમાનના કિનારા નજીક હોર્મુઝની ખાડી વિસ્તારમાં એક કાર્ગો જહાજ અજ્ઞાત પ્રોજેક્ટાઇલથી નિશાન બન્યું હતું. ઘટનાની તપાસ ચાલી રહી છે, જોકે હુમલા માટે જવાબદૃાર કોણ છે તે અંગે હજુ સુધી કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી.તણાવ છતાં વૈશ્ર્વિક બજારોમાં મિશ્ર પ્રતિસાદૃ જોવા મળ્યો હતો. વાટાઘાટોની સંભાવનાને કારણે બ્રેન્ટ ક્રૂડના ભાવમાં ઘટાડો નોંધાયો હતો, જ્યારે અમેરિકાના શેરબજારોમાં તેજી જોવા મળી હતી.

વિશ્ર્વેશ ન્ોગી ઇરાનમાં ભારતના રાજદૃૂત નિમાયા

પશ્ર્ચિમ એશિયામાં વધતા તણાવ અને હોર્મુઝ સ્ટ્રેટન્ો લઇને સર્જાયેલી અનિશ્ર્ચિતતા વચ્ચે ભારત સરકારે વરિષ્ઠ રાજદ્વારી અધિકારી વિશ્ર્વેશ ન્ોહીન્ો ઇરાનમાં ભારતના નવા રાજદૃૂત તરીકે નિયુકત કર્યા છે. વિદૃેશ મંત્રાલયએ ત્ોમની નિમણૂંકની સત્તાવાર જાહેરાત કરી હતી. હાલ ઇન્ડો-પ્ોસીફિક ક્ષેત્ર સાથે ભારતના સંબંધોની જવાબદૃારી સંભાળી રહેલા વિશ્ર્વેશ ન્ોગી ટૂંક સમયમાં ત્ોહરાનમાં પોતાનો કાર્યભાર સંભાળશે

રિલેટેડ ન્યૂઝ