કિઆ ઇન્ડિયાએ તેની બીજી મેડ-ઇન-ઇન્ડિયા માસ-પ્રીમિયમ ઇલેક્ટ્રિક એસયુવી કિઆ સિરોસ ઈવી ને રૂા.13.49 લાખ (એક્સ-શોરૂમ)ની શરૂઆતની કિંમતે લોન્ચ કરી છે. 42 સઠવ બેટરી વેરિઅન્ટની કિંમત રૂા.13.49 લાખ, જ્યારે 51.4 સઠવ એક્સટેન્ડેડ રેન્જ વેરિઅન્ટની કિંમત 16.99 લાખ (એક્સ-શોરૂમ) રાખવામાં આવી છે. તેનું વેચાણ 30 જુલાઈ 2026થી દેશભરના કિઆ ડીલરશિપ્સ પર શરૂ થશે.
કંપનીએ સિરોસ ઈવી સાથે ઇન્ડસ્ટ્રીની સૌથી મજબૂત ઓનરશિપ યોજનાઓમાંની એકની જાહેરાત કરી છે. તેમાં 3 વર્ષ બાદ 80% સુધીનું એશ્યોર્ડ બાયબેક, બેટરી-એઝ-એ-સર્વિસ હેઠળ 7.99 લાખથી શરૂ થતી ઓનરશિપ અને 3.3 પ્રતિ કિમીના બેટરી ઇએમઆઇ જેવી સુવિધાઓનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, ગ્રાહકોને 15 વર્ષની લાઇફટાઇમ હાઇ-વોલ્ટેજ બેટરી વોરંટી (અનલિમિટેડ કિલોમીટર) પણ મળશે.
કિઆ સિરોસ ઈવી બે બેટરી વિકલ્પોમાં ઉપલબ્ધ હશે. 51.4 સઠવ બેટરી સાથે તે એઆઈઆઈ પ્રમાણિત 526 કિમી (એમઆઈડીસી ફૂલ)**ની સેગમેન્ટ-બેસ્ટ રેન્જ આપે છે, જ્યારે 42 સઠવ બેટરી સાથે 443 કિમીની રેન્જ મળે છે. તેમાં 171 ઙજની સેગમેન્ટ-બેસ્ટ પાવર આપવામાં આવી છે અને 100 સઠ ડીસી ફાસ્ટ ચાર્જર દ્વારા માત્ર 39 મિનિટમાં 10%થી 80% સુધી ચાર્જ કરી શકાય છે.
