ભાઇનું અકાળે નિધન, પિતાની છત્રછાયા ગુમાવનાર ભાવેશ બારૈયા માતાએ વહાવેલા પરસેવાથી ચમકયો: બુટ ફાટી ગયા, પગમાંથી લોહી નીકળ્યા અંતે 322 કિલોમીટર 88 કલાકમાં કાપી ધી ગ્રેટ માવલા ઘાટી અલ્ટ્રા-2026માં પ્રથમ ક્રમે વિજેતા
કેટલાક લોકો દોડ જીતવા માટે દોડે છે. કેટલાક પોતાના સપના માટે પરંતુ એવા પણ વિરલ લોકો હોય છે, જે જીવન સામે હાર ન માને એટલે દોડે છે.ગીરગઢડા તાલુકાના દ્રોણ ગામનો યુવાન ભાવેશ બારૈયા એ આવા જ લોકોમાંનો એક છે.તેની દોડ કોઈ સ્ટેડિયમમાંથી શરૂ થઈ નહોતી. તેની શરૂઆત તો ગરીબીના આંગણેથી થઈ હતી. જ્યાં ક્યારેક ત્રણ ટંકનું ભોજન પણ નસીબ માં નહોતું, જ્યાં સારા બુટ ખરીદવાની ક્ષમતા નહોતી, જ્યાં પરિવાર પર એક પછી એક દુ:ખના પહાડ તૂટી પડ્યા હતા ત્યાંથી શરૂ થયેલી સફર આજે દેશના સૌથી કઠિન ગણાતા અલ્ટ્રા મેરાથોનના વિજય સુધી પહોંચી છે. મહારાષ્ટ્રમાં યોજાયેલી પ્રતિષ્ઠિત ધ ગ્રેટ માવલા ઘાટી અલ્ટ્રા-2026 ની 200 માઈલ 322 કિલોમીટર સ્પર્ધા માત્ર 88 કલાકમાં પૂર્ણ કરીને પ્રથમ સ્થાન મેળવવું માત્ર રમતગમતની સિદ્ધિ નથી, તે સંઘર્ષ સામે માનવ સંકલ્પ ની ઐતિહાસિક જીત છે જીવને ભાવેશને બાળપણથી જ કસોટીઓ આપી સૌપ્રથમ ભાઈનું અકાળે નિધન ત્યારબાદ છ વર્ષ પહેલાં પિતાનું અવસાને પરિવારની આર્થિક કમર તૂટી ગઈ. ઘરની આખી જવાબદારી માતા સોનાબેન પર આવી પડી સોનાબેને ખેતરમાં મજૂરીકરી સવારથી સાંજ સુધી પરસેવો વહાવ્યો પોતાનું દુ:ખ ગળી દીકરાના સપનાઓને જીવંત રાખ્યા.ઘરમાં પૈસાની તંગી હતી દોડવા માટે જરૂરી બુટ નહોતા. સ્પોર્ટ્સકિટનહોતી. પૌષ્ટિક આહાર નહોતો.પણ એક વસ્તુ ભરપૂર હતી જીતવાની જિદ્દ.ભાવેશ ભૂખ્યા પેટે કલાકો સુધી દોડતો રહ્યો કારણ કે તેમને ખબર હતી કે પરિસ્થિતિ કાયમી નથી, પરંતુ હિંમત કાયમ રહી શકે છે 2020ના કોરોના લોકડાઉન દરમિયાન ભાવેશની મુલાકાતસિનિયરઅલ્ટ્રા રનર અનિલ બાંભણિયા સાથે થઈ અનિલભાઈ એ ભાવેશની અંદર છુપાયેલી ક્ષમતાને ઓળખી માત્ર માર્ગદર્શન જ નહીં, પરંતુ આત્મવિશ્વાસ પણ આપ્યો. એ દિવસથી ભાવેશની દોડ માત્ર દોડ રહી નહીં તે એક મિશન બની ગઈ ફાટેલા બુટ લોહીલુહાણ પગ છતાં અટક્યો નહીંઉત્તરાખંડમાં સ્પર્ધા દરમિયાન ગંભીરઈજા થઈ મહારાષ્ટ્રની માવલા ઘાટી અલ્ટ્રામાં બુટ ફાટી ગયા પગમાંથી લોહી નીકળતું રહ્યું. નવા બુટ ન મળતાં 22 કિલોમીટર પછી સ્પર્ધા અધૂરી છોડવી પડી.ઘણા લોકો માટે આ અંત હોત પરંતુ ભાવેશ માટે આ નવી શરૂઆત હતી. પગની પાંચેય આંગળીઓમાં ઈજા હોવા છતાં તેમણે પોતાનીઅંદરની આગળી ને ઠંડી પડવા દીધી નહીં અને પછી આવ્યો એ દિવસ જ્યારે ઈતિહાસ લખાયો. 2026 માં ભાવેશ ફરી એ જ માવલા ઘાટી અલ્ટ્રામાં ઉતર્યા આ વખતે તેઓ હારનો બદલો લેવાનહીં,પોતાના સપનાને સાકાર કરવા આવ્યા હતા.સહ્યાદ્રીની કઠિન પર્વતમાળાઓ, ઊંચા ચઢાણ, જોખમી ઉતાર, વરસાદ, થાક અને ઊંઘ સામે લડતાં તેમણે 322 કિલોમીટરનું અંતર માત્ર 88 કલાકમાં પૂર્ણ કરીને પ્રથમસ્થાનમેળવ્યું. તે ક્ષણે જીત માત્ર ભાવેશની નહોતી.તે જીત હતી એક મજૂર માતાની.ગરીબી સામે ઝઝૂમતા દરેક યુવાનની નિષ્ફળતાને હરાવનાર દરેક સ્વપ્નદ્રષ્ટાની
ગીરગઢડા તાલુકા ના દ્રોણ ગામનો આ યુવાન આજે માત્ર એક ખેલાડી નથી.તે લાખો યુવાનો માટે જીવતું પ્રેરણાસ્ત્રોત છે.તે સાબિત કરે છે કે જિંદગીની સૌથી લાંબી દોડ રસ્તા પર નહીં, મનની અંદર દોડાતી હોય છે. અને જે મન જીતી લે છે, તે દુનિયાની કોઈ પણ મંજિલ જીતી શકે છે.ભાવેશ બારૈયાની 322 કિલોમીટરની આ સુવર્ણ દોડ ખરેખર એક મેરાથોન નથી તે સંઘર્ષ, માતા ના ત્યાગ, અડગ વિશ્વાસ અને અવિરત મહેનતથી લખાયેલો એક જીવંત મહાકાવ્ય છે.
ભાવેશ કહે છે કે તેમની સૌથી મોટી તાકાત તેમની માતા છે સોનાબેન ખેતરમાં મજૂરી કરીને થોડા થોડા પૈસા બચાવતા અને દીકરાની દોડ ચાલુ રહે તેની ચિંતા કરતા.આજે જ્યારે ભાવેશ દેશભરમાં ગુજરાતનું નામ રોશન કરી રહ્યો છે, ત્યારે માતા માટે આ મેડલ સોનાથી પણ કિંમતી છે
હવે લક્ષ્ય માત્ર એક ભારત માટે દોડવું
ભાવેશ હવે માત્ર વ્યક્તિગત જીતથી સંતોષ માનતો નથી.તેમનું આગામી સ્વપ્ન છે ભારતની જર્સી પહેરીને આંતરરાષ્ટ્રીય મંચ પર તિરંગા માટે દોડવાનું છે ચેન્નાઈ, થાઈલેન્ડ અને સ્પેનમાં યોજાનારી સ્પર્ધાઓ માટે તેઓ તૈયારી કરી રહ્યા છે.ભાવેશનું જીવન એકજવાતશીખવે છે સપનાઓને પૈસાની જરૂર નથી હિંમતની જરૂર છે. ગરીબી, અભાવ, નિષ્ફળતા કે પરિસ્થિતિ આ બધું તમને રોકી શકે છે, જો તમે રોકાવા તૈયાર હો. જો મન જીતવા માટે તૈયાર હોય તો દરેક મુશ્કેલી રસ્તો બની જાય છે.
હું ખેતરમાં મજૂરી કરીને પૈસા ભેગા કરતી હતી: સોના બેન
મારો દીકરો પોતાના સપનાને જીવંત રાખી શકે એથી હું ખેતરમાં મજૂરી કરીને પૈસા ભેગા કરતી હતી આજે મારા દિકરા એ દેશનું નામ રોશન કર્યું છે, એ જ મારી સૌથી મોટી કમાણી છે.
