જોબફેરમાં જુદી-જુદી કંપનીના અધિકારીઓ ઉપસ્થિત રહેશે
દેવભૂમિ દ્વારકા જિલ્લા રોજગાર કચેરી તથા મહિલા અને બાળ અધિકારીની કચેરીના સંયુક્ત ઉપક્રમે મંગળવાર તા. 4 ના રોજ સવારે 10 વાગ્યે ખંભાળિયામાં ટાઉનહોલ ખાતે નોકરીદાતાઓ તથા રોજગારવાંચ્છુ વચ્ચે સેતુરૂપ ભરતી મેળો યોજાશે. ખાનગી કંપનીના નોકરી દાતાઓને ખાલી જગ્યાઓ માટે માનવ બળની જરૂરિયાત હોય, જે અંતર્ગત ઈચ્છા ધરાવતા દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઉમેદવારોએ સ્વખર્ચે હાજર રહેવા જિલ્લા રોજગાર કચેરી દ્વારા જણાવાયું છે.
આ જોબફેરમાં જુદી-જુદી કંપનીઓના નોકરીદાતાઓ ઉપસ્થિત રહેશે અને એસ.એસ.સી., એચ.એસ.સી, (બી.એ. બી.કોમ એમ.એ., એમ.કોમ., બી.એસ.સી. બી.એડ.) બી.સી.એ., એસ,સી.એ., કોમ્પ્યુટર, તથા કોઈપણ ગ્રેજ્યુએટ જેવી લાયકાત ધરવતા ઉમેદવારો માટે કોમ્પ્યુટર એન્જીન્યરીંગ, સોફ્ટ સ્કીલ્સ, બ્યુટી અને સીસીસી, ટેલી ટ્રેનર બ્યુટીશ્યન, કોમ્પ્યુટર ઓપરેટર, સેલ્સ ગલ્સ, વીમા સખી, હેલ્પર, મેનેજમેન્ટ, શિક્ષક, ટેલી કોલાર જેવી જગ્યાઓ માટે જોબફેરનું આયોજન કરવામાં આવ્યું છે.
આ એક ઓપન જોબફેર હોય, કોલ લેટર ન મળેલ હોય તેવા અથવા રોજગાર કચેરીમાં નામ નોંધણી ન કરાવેલ હોય તેવા ઉમેદવારો પણ સ્વખર્ચે આ જોબફેમાં હાજર રહી શકાશે તેમ દેવભૂમિ દ્વારકા જિલ્લા રોજગાર કચેરીની યાદીમાં જણાવાયું છે.
