વેરાવળ તાલુકાના ડારી ગામ ’રેન બસેરા ખાતમુહૂર્ત સોમનાથ ના ધારાસભ્ય વિમલભાઈ ચુડાસમા દ્વારા કરવામાં આવ્યું હતું.
સોમનાથના ધારાસભ્ય વિમલભાઈ ચુડાસમા ના હસ્તે સોમનાથ વિધાનસભાના ગ્રામીણ વિસ્તાર નાં ડારી ગામે આવેલ બાબુભાઇ ધાનાભાઈ વાઢેર ના ઘર ની બાજુમાં તથા રમેશભાઈ દાનાભાઈ ના ઘર ની સામે સાર્વજનિક ખૂલી જગ્યા માં સારા નરસા પ્રસંગો માં ઉપયોગી થાય તે માટે રેન બસેરા નું કામ ધારાસભ્યની ગ્રાન્ટમાંથી મંજૂર થયેલ આ કામનું ખાતમુહૂર્ત કરવામાં આવેલ છે. આ પ્રસંગે ગામના આગેવાનો, વડીલો અને મોટી સંખ્યામાં સ્થાનિક નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. ગ્રામજનોએ ધારાસભ્ય વિમલભાઈ ચુડાસમાની જન સુખાકારીની કામગીરીને બિરદાવી હતી. ધારાસભ્યએ આ તકે જણાવ્યું હતું કે, સોમનાથ વિધાનસભા વિસ્તારના ગ્રામ્ય વિસ્તારનો સર્વાંગી વિકાસ અને છેવાડાના માનવી સુધી સુવિધા પહોંચાડવી એ તેમની પ્રાથમિકતા છે. આ ખાતમુહૂર્ત પ્રસંગે કોંગ્રેસ પક્ષના આગેવાનો કાર્યકરો અને હોદ્દેદારો અને ગ્રામજનો તાલુકા કોંગ્રેસ પ્રમુખ હીરેનભાઈ બામરોટીયા, પૂર્વ પ્રમુખ કરશન ભાઇ બારડ, અસલમભાઈ, રમેશભાઈ રાઠોડ, રામસિંહ ભાઈ મોરી, મના ભાઈ ભજગોતર, દીપકભાઈ વાઢેર, વિરેનભાઈ વાઢેર, કમલેશભાઇ ચારીયા, રાજાભાઈ બામણીયા, દાનાભાઈ ચારીયા, હરેશભાઈ બામણીયા, મયુર ભાઈ વાઢેર, તાલુકા પંચાયત સદસ્ય જાવીદ ભાઈ સહિતના ઉપસ્થિત રહેલ હોવાનું એક યાદીમાં જણાવેલ છે.
