વિકસિત ભારત માટે યુવાઓનું નશા મુક્ત હોવું જરૂરી છે : મોદૃી

વડાપ્રધાન્ો નશા મુક્ત યુવા-વિકસિત ભારત સંકલ્પ અભિયાનની શરૂઆત કરી, આ કાર્યક્રમમાં ૨૮ હજારથી વધુ સ્થળોએથી ૧ કરોડથી વધુ યુવાનો જોડાયા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદૃીએ આજે નશા મુક્ત યુવા, વિકસિત ભારત અભિયાનની શરૂઆત કરી છે. દૃેશભરમાં આયોજીત આ કાર્યક્રમમાં ૨૮ હજારથી વધુ સ્થળોથી એક કરોડથી વધુ યુવાનો જોડાયા હતા. પ્રધાનમંત્રીના સંબોધન પહેલા દૃેશભરના યુવાઓએ એક સાથે નશા મુક્ત ભારત બનાવવાના શપથ લીધા. પીએમ મોદૃીએ પોતાના ભાષણની શરૂઆતમાં કહૃાું કે આપણે એક મહાન સંકલ્પ માટે એકત્ર થયા છીએ. બધા સંત, બધા રાજ્યપાલ, બધા મુખ્યમંત્રી અને જનપ્રતિનિધિ, ૨૮ હજાર સંસ્થાઓ સાથે જોડાયેલા ૧ કરોડથી વધુ યુવા સાથી, આ શુભ સંકલ્પ માટે અભિનંદૃન.
પીએમ મોદૃીએ કહૃાુ કે જે અભિયાનના આપણે સાક્ષી બની રહૃાાં છીએ તે વ્યક્તિ, પરિવાર, સમાજ અને સૌથી મોટી વાત છે કે આ અભિયાન રાષ્ટ્ર માટે છે. વિકસિત ભારત સંકલ્પ માટે નશા મુક્ત યુવા હોવા જરૂરી છે. આ નામ જ સંકલ્પને સ્પષ્ટ કરે છે. દૃેશને વિકસિત ભારત બનાવવાનું લક્ષ્ય નક્કી કર્યું છે તો દૃેશના યુવા તનથી સ્વસ્થ હોય, મનથી સ્વસ્થ હોય, આત્મવિશ્ર્વાસથી ભપરૂર હોય અને ડ્રગ્સ જેવી ઘાતક આદૃતોથી દૃૂર રહે, આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ્ય છે, તેથી આપણે બધાએ સંકલ્પ લેવાનો છે કે યુવા નશાના ખતરાને સમજે અને તેનાથી દૃૂર રહે.
આપણે દૃરેક યુવાને નશાની ઝપેટમાં ફસાતો બચાવવાનો છે. આપણા પ્રોફેસરોને અપીલ છે કે તે પોતાની કોલેજમાં નશા વિરુદ્ધ અભિયાન ચલાવે. યુવાઓને નશાની ગિરતમાંથી બહાર કાઢે. જે યુવા નશાને પરાસ્ત કરી નીકળે છે તે યોદ્ધા હોય છે, સમાજે તેનું સન્માન કરવું જોઈએ. ડ્રગ્સ સાથે જોડાયેલો તેનો ભૂતકાળ તેની ઓળખ ન હોઈ શકે. નશાના કારોબારીઓ પર કડક કાર્યવાહી થઈ રહી છે.
પ્રધાનમંત્રી મોદૃીએ કહૃાુ કે કાશીથી શરૂ થયેલો આ જનકલ્યાણકારી વિચાર હવે એક રાષ્ટ્રીય અભિયાનનું રૂપ લઈ ચૂક્યો છે. તેમણે કહૃાું- આજથી દૃેશભરમાં નશા મુક્ત યુવા અભિયાનની શરૂઆત થઈ રહી છે. આ અભિયાન દૃરેક વર્ગના યુવાઓને જોડનારૂ છે. લાખો યુવાઓએ અત્યારે નશામુક્તિના શપથ લીધા છે અને આ સંકલ્પ આગામી ૧૦૦ સપ્તાહ સુધી યથાવત રહેશે. પ્રધાનમંત્રીએ જણાવ્યું કે આગામી ૧૦૦ રવિવાર સુધી દૃેશભરમાં કળા, સંસ્કૃતિ, આધ્યાત્મ અને સેવા સાથે જોડાયેલી વિવિધ ગતિવિધિઓના માધ્યમથી નશામુક્તિનો સંદૃેશ લોકો સુધી પહોંચાડવામાં આવશે.

રિલેટેડ ન્યૂઝ