ઉના જામવાળા-માધુપુર રોડ પર વરસાદી વાદળોની છત્રછાયામાં એકસાથે 12 સિંહોનું શાહી આગમન, થંભી ગયા વાહનોના પૈડા

વાહનચાલકોને થયા ગીરના રાજવી પરિવારના અલૌકિક દર્શન

જામવાળા,માધુપુર ગીરની ધરતી પર જ્યારે વાદળો વરસી રહ્યા હોય અને જંગલની ભીની માટીમાંથી કુદરતની સુગંધ પ્રસરી રહી હોય, ત્યારે ગીરના વનરાજ પોતાના સામ્રાજ્યમાંથી બહાર આવી રસ્તા પર આવી ચડે એ દૃશ્યને શબ્દોમાં વર્ણવવું પણ જાણે કુદરતની ભવ્યતાને સીમિત કરવા જેવું છે. આવો જ એક અલૌકિક અને રોમાંચથી ભરેલો નજારો જામવાળા, માધુપુર રોડ પર જોવા મળ્યો, જ્યાં એકસાથે 12 સિંહોના ટોળાએ રોડ પર આવી જાણે પોતાના સામ્રાજ્યની હદ જાહેર કરી દીધી હોય તેમ આંટા ફેરા માર્યા હતાં રવિવારે વરસાદી માહોલ વચ્ચે ગીરના જંગલ વિસ્તારમાં આવેલા જામવાળા-માધુપુર રોડ પર અચાનક સિંહોના ટોળાનો પ્રવેશ થયો. એક નહીં, બે નહીં પરંતુ એકસાથે 12 સિંહો રોડ પર જોવા મળતાં વાહનચાલકો માટે આ ક્ષણ અવિસ્મરણીય બની ગઈ.
સિંહણો અને સિંહબાળ સહિતનું આ વિશાળ ટોળું અત્યંત નિર્ભયતાથી રોડ પર આગળ વધતું જોવા મળ્યું. જાણે થોડા સમય માટે રસ્તો વાહનો માટે નહીં પરંતુ ગીરના વનરાજ માટેનો શાહી માર્ગ બની ગયો હોય! સિંહોના ટોળાને રોડ પર નિહાળતા વાહનચાલકો એ તાત્કાલિક પોતાના વાહનો થોભાવી દીધા હતા અને સુરક્ષિત અંતર જાળવી આ અદ્ભુત નજારો નિહાળ્યો હતો. સિંહોની અવરજવર દરમિયાન કોઈ અફરાતફરી સર્જાઈ નહોતી. એક તરફ આકાશમાં ઘેરાયેલા વરસાદી વાદળો, બીજી તરફ ભીની ધરતી અને તેની વચ્ચે રોડ પરશાનથીચાલતું સિંહોનું ટોળું. સમગ્ર દૃશ્ય જાણે કુદરતે પોતાના હાથથી દોરેલું જીવંત ચિત્ર હોય તેવું લાગી રહ્યું હતું. સિંહોના આ અદભુત દર્શને સ્થાનિકો તેમજ પસાર થતા પ્રવાસી ઓમાં ભારે ઉત્સાહ છવાઈ ગયો હતો. અનેક લોકોએ પોતાના મોબાઈલ કેમેરામાં આ ક્ષણોને કેદ કરી લીધી હતી. સિંહોનું ટોળું રોડ પર નિર્ભયતાથી પસાર થતું હોય તેવા દૃશ્યો સોશિયલ મીડિયામાં પણ ઝડપથી પ્રસરી રહ્યા છે.

રસ્તા પર 12 સિંહો અને થંભી ગઈ દુનિયા!

જામવાળા-માધુપુર રોડ પર થોડા સમય માટે સર્જાયેલું આ દૃશ્ય માત્ર સિંહ દર્શન નહોતું, પરંતુ ગીરની ધરતી, વરસાદી ઋતુ અને વનરાજના શાહી ઠાઠનું અદભુત મિલન હતું વાહનોના પૈડા થંભી ગયા, મોબાઈલના કેમેરા ચાલુ થઈ ગયા અને સૌની નજર એક જ દિશામાં સ્થિરથઈ ગઈકારણ કે સામે હતાગીરના રાજાવનરાજ!વરસાદી વાદળોની વચ્ચે રોડ પર એકસાથે ફરતા 12 સિંહોએ ફરી એકવાર સાબિત કરી દીધું કે ગીરની ધરતી પર આજે પણ કુદરતનું રાજ છે અને અહીંનો સાચો રાજમાર્ગ વનરાજના પગલાંથી જ ઓળખાય છે.
12 વનરાજના એકસાથે દર્શનથી ગીરની શાન ફરી ઝળહળી

ગીર માત્ર જંગલ નથી ગીર એ એશિયાટિક સિંહોનું ગૌરવપૂર્ણ ઘર છે. અહીં સિંહનો દરેક દેખાવ પોતાની અંદર એક અલગ જ રોમાંચ અને રજવાડી ઠાઠ ધરાવે છે. પરંતુ એકસાથે 12 સિંહોનું રોડ પર આગમન એ દૃશ્યને અસાધારણ બનાવી દે છે.સિંહણો અને સિંહ બાળ સાથેનું આ ટોળું વરસાદી માહોલમાં રોડ પર જોવા મળતાં જાણે ગીરની ધરતી પર વનરાજના સામ્રાજ્યનો જીવંત દરબાર જ ભરાયો હોય તેવી અનુભૂતિ થઈ હતીચોમાસાની ઋતુમાં ગીર વિસ્તારમાં હરિયાળી છવાઈ જતાં વન્યજીવોની હિલચાલ પણ અનેક વખત જોવા મળે છે. સિંહો જંગલમાંથી બહાર આવીજંગલનીઆસપાસના રસ્તાઓ કે અન્ય વિસ્તારો માં પણ જોવા મળતા હોય છે.આવા સમયે વન્યજીવો ની નજીક જવું, તેમને હેરાન કરવું, અવરોધવું કે તેમનો પીછો કરવો જોખમી બની શકે છે. તેથી વાહનચાલકો અને પ્રવાસીઓએ સિંહોથી યોગ્ય અંતર જાળવી રાખવું અને વનરાજની કુદરતી હિલચાલમાં કોઈપણ પ્રકારની દખલ ન કરવી જરૂરી છે.

રિલેટેડ ન્યૂઝ