રાજ્યની સરકારી શાળાઓમાં 9700 જ્ઞાન સહાયકોની કરાર આધારિત ભરતી કરાશે

આજથી ઓનલાઈન અરજી પ્રક્રિયાનો આરંભ

12 ઓગસ્ટે મેરિટ લિસ્ટ, દર મહિને ફિક્સ 21 હજાર વેતન

રાજ્યની સરકારી પ્રાથમિક શાળાઓમાં 9700 જગ્યાઓ પર કરાર આધારિત ભરતી કરાશે. આવતીકાલથી અરજી પ્રક્રિયાનો આરંભ થશે.
ગુજરાતની સરકારી પ્રાથમિક શાળાઓમાં શિક્ષણની ગુણવત્તા સુધારવા અને શિક્ષકોની લાંબા સમયથી ચાલતી અછત દૂર કરવા રાજ્ય સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. ખાસ કરીને ધોરણ 6થી 8માં અંગ્રેજી વિષયના શિક્ષકોની ખામીના કારણે વિદ્યાર્થીઓના અભ્યાસ પર અસર પડી રહી હતી. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સરકારે નિયમિત મંજૂર મહેકમ ઉપરાંત અલગથી 9,700 ’જ્ઞાન સહાયકો’ની ભરતી કરવાની પ્રક્રિયા શરૂૂ કરી છે. આ ભરતીથી એક તરફ સરકારી શાળાઓમાં અંગ્રેજી વિષયનું શિક્ષણ વધુ અસરકારક બનશે તો બીજી તરફ હજારો લાયકાત ધરાવતા યુવાનોને રોજગારીની તક પણ મળશે. પ્રાથમિક શિક્ષણ નિયામક કચેરી દ્વારા ભરતી પ્રક્રિયાનું સમયપત્રક જાહેર કરવામાં આવ્યું છે અને ઓનલાઈન અરજી પ્રક્રિયા ટૂંક સમયમાં શરૂૂ થશે. સરકાર દ્વારા જાહેર કરાયેલા નિર્ણય મુજબ જ્ઞાન સહાયકોની ભરતી 11 મહિનાના કરાર આધારિત કરવામાં આવશે. પસંદગી પામનારા ઉમેદવારોને દર મહિને રૂૂ.21,000નું માનદવેતન આપવામાં આવશે. જ્ઞાન સહાયક તરીકે અરજી કરવા માટે ઉમેદવારોની મહત્તમ વયમર્યાદા 42 વર્ષ નક્કી કરવામાં આવી છે. લાયકાત ધરાવતા ઉમેદવારોને ઓનલાઈન અરજી કરવાની રહેશે. ભરતી પ્રક્રિયા સંપૂર્ણપણે મેરિટના આધારે કરવામાં આવશે. મેરિટ યાદી જાહેર થયા બાદ દસ્તાવેજોની ચકાસણી અને શાળાની પસંદગીની પ્રક્રિયા હાથ ધરાશે. પ્રાથમિક શિક્ષણ નિયામક કચેરી દ્વારા જાહેર કરાયેલા કાર્યક્રમ મુજબ ઓનલાઈન અરજી પ્રક્રિયા 4 ઓગસ્ટથી શરૂૂ થશે અને 10 ઓગસ્ટ સુધી ઉમેદવારો અરજી કરી શકશે. અરજી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ 12 ઓગસ્ટે મેરિટ લિસ્ટ જાહેર કરવામાં આવશે. ત્યારબાદ 17 ઓગસ્ટે દસ્તાવેજોની ચકાસણી હાથ ધરાશે. દસ્તાવેજ ચકાસણી પૂર્ણ થયા પછી ઉમેદવારોને શાળાની પસંદગી કરવાની તક આપવામાં આવશે અને ત્યારબાદ રિપોર્ટિંગની પ્રક્રિયા પૂર્ણ થશે.

રિલેટેડ ન્યૂઝ