બાબરાના કોટડાપીઠા ચેકપોસ્ટ પાસે ટ્રકમાંથી રૂા.2.70 લાખનો દારૂનો જથ્થો ઝડપાયો

એકની અટક: ટ્રકના ચોરખાનામાં દારૂ છુપાવાયો હતો: રૂા.12.75 લાખનો મુદ્દામાલ જપ્ત

બાબરાના કોટડાપીઠા ચેકપોસ્ટ નજીક રાજકોટ હાઇવે પર એક ટ્રકના ચોરખાનામાં છુપાવેલ અલગ અલગ બ્રાન્ડના ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલ નંગ 2275 કિમત રૂપિયા 2,70,200 સહિત કુલ રૂપિયા 12,75,200 ના મુદ્દામાલ સાથે એકને ઝડપી પાડી બાબરા પોલીસ ટીમ દ્વારા ધોરણસર કાર્યવાહી હાથ ધરી હતી. લાઠી બાબરા વિભાગીય પોલીસ વડા વિસ્મય માનસેતાને મળેલ બાતમીના આધારે દારૂ વેચવાની પ્રવૃતિ કરતા ઇસમોને પાડવા જરૂરી બાબરા પોલીસને સૂચના આપેલ હોય જે અન્વયે બાબરા પોલીસ સ્ટેશનના પોલિસ ઇન્સ. આર.આર.પરમારની રાહબરી હેઠળ બાબરા પોલીસ ટીમ દ્વારા બાતમી મળેલ કોટડાપીઠા તરફથી એક ટ્રકમાં ઇંગ્લીશ દારૂ ભરી અને તે ટ્રક રાજકોટ તરફ જતો હતો. જે અનુસંધાને રાજકોટ હાઇવે પર કોટડાપીઠા ચેક પોસ્ટ પાસે બાબરા પોલીસ સ્ટાફ વોચમાં ઉભા રહેલ હતા. તે દરમિયાન બાતમી વાળુ વાહન નિકળતા ટ્રક ચાલકને ઇશારો કરી વાહન ઉભુ રખાવી ટ્રક ચાલકને નીચે ઉતારી ટ્રેકને ચેક કરતા તે ટ્રકમાં ચોરખાના બનાવેલ હોય, જે ખોલી જોતા અલગ અલગ બ્રાન્ડના ભારતીય બનાવટની વિદેશી દારૂની બોટલો 180મી.લી. નંગ 2275 જેની કિંમત રૂપિયા 2,70,200 તથા ટ્રકની કિંમત રૂ.10,00,000 તથા એક મોબાઇલ ફોન કિંમત રૂ.5000 ગણી કુલ કિંમત રૂપિયા 12,75,200 નો મુદ્દામાલ કબ્જે કરેલ હતો. તેમજ ટ્રકના ચાલક રાજસ્થાનના વતની મનોહરલાલ ચતરારામ ખીલોરી બિશ્નોઇ વિરુદ્ધ ધી ગુજરાત પ્રોહીબીશન એક્ટ હેઠળ કાર્યવાહી કરેલ છે.

રિલેટેડ ન્યૂઝ