પોલીસ અને અન્ય લોકોએ દોરડા વડે ડૂબતી વ્યકિતને જીવનદાન આપ્યું
દીવના વણાંકબારામાં ગોમતી માતા દરિયાબાજુ સાંજના સમયે એક વ્યકિત દરિયામાં જતા ડૂબવા લાગ્યો આ વાતની જાણ કોસ્ટલ પોલીસ વણાંકબારામાં થતા ફરજ પરના હેડ કોન્સ્ટેબલ ધમેન્દ્ર લકમને તેની પોલીસની ટીમ સાથે દરિયા કિનારે ગયા. દરિયામાં આ વ્યકિત ડૂબતો હોય જેથી પોલીસ કોન્સ્ટેબલ મીતેષભાઈ બારિયાએ તાત્કાલિક દરિયામાં છલાંગ લગાવી અને તેને બીજી અન્ય શખ્સોએ દોરડા આપી મદદ કરી. અન્ય શખ્સો ગોમતીમાતા સ્મશાનના પ્રોજેક્ટમાં કામ કરે છે. આ સંયુક્ત પ્રયાસ બાદ આ વ્યક્તિને મહામુશિબતે કિનારે લાવી જાન બચાવી હતી. આ શખ્સ રામજીભાઈ છે અને કોટડાનો રહેવાસી છે. મિતેષભાઈ બારિયાએ કઈપણ વિચાર્યા વગર પોતાના જાનના જોખમે રામજીભાઈનો જીવ બચાવ્યો હતો.
