રહેણાંક વિસ્તારમાં સિંહોએ બીજી વખત હુમલો કરી ગાયનું મારણ કરાતા લોકોમાં ફફડાટ
બગસરામાં રહેણાંક વિસ્તાર જેવા કે હુડકો કોલોનીના મફતપરા વિસ્તારમાં રાત્રિ દરમિયાન એક સાથે ત્રણ સિંહ દ્વારા ગાયનું મારણ કરી મીજબાની માણી હતી. શહેરના આ વિસ્તારમાં સિંહ થોડા સમય પહેલા પણ મારણ કરવામાં આવ્યું હતું ત્યાર બાદ આજે ફરી એક વખત ગાય નું મારણ કરી મિજબાની માણી હતી.આ રહેણાંક વિસ્તારમાં વેલનાથવા બાપુની જગ્યા પાસે એક સાથે ત્રણ સિંહ દ્વારા બીજી વખત ગાયનું મરણ કરવામાં આવ્યું હતું ત્યારે લોકોમાં ફફડાટ જોવા મળ્યો હતો . આ સિંહની મિજબાની એક કેમેરામાં પણ કેદ થઈ હતી. ત્યારે લોકોમાં ભય ઉભો થયો હતો આજકાલ સિંહો દ્વારા માનવ ઉપર જીવલેણ હુમલા થઈ રહ્યા છે ત્યારે શહેરના હુડકો કોલોનીના મફતપરા વિસ્તારની અંદર એક સાથે ત્રણ સિંહો દ્વારા બીજી વખત ગાયનું મરણ કરવામાં આવતા લોકોને ઘરથી બહાર નીકળવું પણ મુશ્કેલ બન્યું હતું. તો આ વિસ્તારના લોકો દ્વારા માંગ કરવામાં આવી છે કે આ હુડકો વિસ્તારમાં થોડા દિવસ પહેલા એક બાળક ઉપર દીપડા દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો ત્યાં થોડાજ દિવસ પછી રાત્રી દરમિયાન સિંહ દ્વારા રખડતા ઢોર ઉપર હુમલાનો બનાવ પણ બન્યો હતો ત્યાર બાદ ગઈ કાલના ફરી વખત એક ગાયનું મારણ કરવામાં આવ્યું હતું.આવા બનાવો છાસવારે બનતા બનાવોથી લોકોને રાત્રી દરમિયાન ઘરમાંથી બહાર નીકળું પણ મુશ્કેલ બન્યું છે તો આવી સ્થિતિને કાબુમાં કરી વન તંત્ર દ્વારા આવા જગલી અને હિંસક જાનવરોને આવા રહેણાંક વિસ્તારમાંથી ખદેડવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.
