આચાર્ય સામે પોલીસ ફરીયાદ ન નોંધાય તે માટે ધારાસભ્યને રજુઆત: પ્રકરણ કઇ દિશામાં આગળ વધશે તેવી ચર્ચા
ઉના તાલુકાની ખાપટ પ્રાથમિક શાળાને લઈ સામે આવેલા કથિત વિધાર્થી પાસે મંગાવેલા દારૂ પ્રકરણમાં હવે મામલો રાજકીય અને વહીવટી કક્ષાએ પહોંચ્યો છે. પ્રકરણમાં શાળાના આચાર્ય મિલનભાઈ ગૌસ્વામી વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધવામાં ન આવે તે માટે ઉના તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા ઉનાના ધારાસભ્ય કાળુભાઈ રાઠોડને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી. શિક્ષક સંઘના પ્રતિનિધિઓએ ધારાસભ્ય સમક્ષ સમગ્ર મામલે પોતાની રજૂઆત કરી હતી કે ખાપટ ગામ ની પ્રાથમિક શાળા ને શ્રેષ્ઠ શાળા બનાવી એ ગામ ના વિધાર્થી નું ઉચ્ચ કૌટી નું ગુણવત્તા ભર્યું શિક્ષણ આપવા ના પ્રયાસ કરતાં આચાર્ય એ શાળા મા દારૂ પી આવતાં અને બાળક પાસે દારૂ ની બોટલ મંગાવનાર શિક્ષક સામે શિસ્ત ભંગ ની કાર્યવાહી કરી છે તેનેજ ઉચ્ચ અધિકારીઓ દ્વારા પરેશાન કરી તેની સામે બાળક ની ઓળખ છતી કરવા અને સીસીટીવી ફૂટેજ આપવા બાબતે ફરીયાદ નોંધાવવા થયેલ આદેશ સામે રોષ વ્યક્ત કરી આ ફરીયાદ અટકાવવા માંગણી કરી હતી ધારાસભ્ય કાળુભાઈ રાઠોડે શિક્ષક સંઘની રજૂઆત ધીરજપૂર્વક સાંભળી હતી અને સંબંધિત કક્ષાએ યોગ્ય રજૂઆત કરવાની બાંહેધરી આપી હતી.થ ખાપટ પ્રાથમિક શાળાના કથિત દારૂ પ્રકરણને લઈને તપાસ ચાલી રહી છે, પરંતુ તપાસની ગતિ સામે હવે સવાલો ઉઠી રહ્યા છે. સમગ્ર મામલે જવાબદારી કોની છે અને કઈ કક્ષાએ બેદરકારી થઈ તે મુદ્દે તટસ્થ તપાસ ની માંગ ઉઠી રહી છે. શિક્ષક સંઘ દ્વારા આચાર્યનો પક્ષ રજૂ કરવામાં આવતા હવે પ્રકરણમાં નવી ચર્ચા શરૂ થઈ છે. બીજી તરફ, તપાસમાં જો કોઈ વ્યક્તિની જવાબદારી નક્કી થાય તો તે પુરાવા અને નિયમોના આધારે જ થવી જોઈએ તેવી માંગ પણ ઉઠી રહી છે.
મોટા જવાબદારોને બચાવી નાના કર્મચારીઓને ભોગ બનાવાય છે?
પ્રકરણની તપાસ ધીમી ગતિએ ચાલી રહી હોવાના આક્ષેપો વચ્ચે શિક્ષક વર્તુળોમાં એવો આક્રોશ વ્યક્ત થઈ રહ્યો છે કે ઉચ્ચ કક્ષાના જવાબદારોને બચાવવા માટે નાના કર્મચારીઓને ભોગ બનાવવામાં આવી રહ્યા છે.
સમગ્ર પ્રકરણની તપાસ કઈ દિશામાં આગળ વધશે?
આચાર્ય સામે ફરિયાદ અંગે શું નિર્ણય લેવાશે? અને જો શાળામાં કથિત દારૂ પ્રકરણ બન્યું છે તો તેની સંપૂર્ણ જવાબદારી નક્કી કરવા માટે તંત્ર કયા પગલાં ભરશે?આ મામલે હવે શિક્ષક સંઘની રજૂઆત બાદ ધારાસભ્ય દ્વારા સંબંધિત કક્ષાએ કરવામાં આવતી રજૂઆત અને તંત્ર દ્વારા લેવામાં આવનાર નિર્ણય પર સૌની નજર મંડાઈ છે.
