વાંકાનેર પોલીસે કાર ચોરીનો ભેદ ઉકેલી નાખ્યો: મુદ્દામાલ સાથે તસ્કર ઝડપાયો

વાંકાનેરના શહેરની દિગ્વિજયનગર પેડક સોસાયટીમાંથી બે દિવસ પુર્વે મનસુખભાઈ પોપટભાઈ બોચિયાની માલીકીની એક ઈકો કારની ચોરી અંગે વાંકાનેર સીટી પોલીસમાં ફરીયાદ નોંધાઈ હોય જે બનાવ અંગે વાંકાનેર સીટી પોલીસ ટીમે તપાસનો ધમધમાટ ચલાવી સીસીટીવી ફૂટેજ તથા ટેકનીકલ સોર્સની મદદથી વાંકાનેરની ઢુવા ચોકડી નેશનલ હાઇવે બ્રીજ પાસેથી આરોપી રાકેશ ઉર્ફે રોકી મગનભાઈ વાઢેર (ઉ.વ. 32, રહે.વાંકાનેર) અને જાવીદભાઈ ગફારભાઈ તરીયા (રહે.વાંકાનેર)ની ચોરી થયેલ ઈકો કાર તથા બે મોબાઇલ સહિત કુલ રૂ. 3,12,000 ના મુદ્દામાલ સાથે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
વાંકાનેર સીટી પોલીસ ટીમની આ કામગીરીમાં પ્રો. પીઆઇ પર્વતકુમારી સોલંકી, એએસઆઈ ધર્મેન્દ્રસિંહ જાડેજા, હેડ કો. યશપાલસિંહ પરમાર, વિરેન્દ્રસિંહ ઝાલા, વિશ્વરાજસિંહ ઝાલા, કો. રાણીંગભાઈ ખવડ, દર્શીતભાઈ વ્યાસ, હિતેન્દ્રસિંહ ઝાલા, જગદીશભાઈ રંગપરા સહિતનો સ્ટાફ જોડાયો હતો.

રિલેટેડ ન્યૂઝ