ખંભાળિયા, દ્વારકા તાલુકામાં જુગાર રમતા 17 ઝડપાયા

પોલીસે સાત સ્થળે દરોડા પાડી રોકડ સહિતનો મુદામાલ કબ્જે કર્યો

ખંભાળિયા અને દ્વારકા તાલુકામાં પોલીસે જુગારના સાત દરોડા પાડી 17 શકૂનીને ઝડપી લઈ રોકડ સહિતનો મુદામાલ કબ્જે કર્યો છે.
ખંભાળિયામાં રાવલ પાડો વિસ્તારમાંથી પોલીસે મધ્ય રાત્રિના સમયે સ્ટ્રીટ લાઈટના અજવાળે જુગાર રમતા સુનિલ જેન્તીભાઈ સોઢા, અમિત જેન્તીભાઈ સોઢા અને રોહિત જેન્તીભાઈ સોઢાને રૂ. 6,150 ના મુદ્દામાલ સાથે જ્યારે અહીંના કંચનપુર ગામેથી રૂખડ પ્રેમજી ડાભી અને સંજય તેરશીભાઈ બારીયાને ગંજીપાના વડે જુગાર રમતા રૂ. 810 ની રકમ સાથે ઝડપી લીધા હતા. ખંભાળિયાના ધીરજ ઉર્ફે ગબ્બર નાનજીભાઈ પાંઉને પોલીસે વરલી મટકાનો જુગાર રમતા તેમજ અહીંના સંજયનગર વિસ્તારમાંથી મુકેશ લાખા ગામી અને રાણા પાલા માતંગને એકી-બેકીનો જુગાર રમતા ઝડપી લેવામાં આવ્યા છે.
મીઠાપુર પોલીસે સુરજકરાડી વિસ્તારમાં એક મંદિરની બાજુમાં બેસીને તીનપત્તી નામનો જુગાર રમતા સલીમ ઈશાક ચંગડા, દિલીપ પેથા ચાનપા, એલિયાસ મામદ સીદી, સુંદરબેન રાજેશ બઠીયા, નસીમબેન ભરતભાઈ પાબારી નામના પાંચ વ્યક્તિઓને રૂ. 12,500 ની રોકડ રકમ મોબાઈલ તથા મોટરસાયકલ મળી, કુલ રૂ. 48,000 ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા છે. દ્વારકા પોલીસે રૂપેણ બંદર વિસ્તારમાંથી નવસાદ કાબિલ ઇસબાણી અને મહેશ મધુભાઈ ચુડાસમાને ચલણી નોટોના નંબર ઉપર એકી-બેકીનો જુગાર રમતા ઝડપી લીધા હતા. અન્ય એક કાર્યવાહીમાં દ્વારકાના ગોપાલ ગરેડા પાસેથી સાહિલ કારા સનીયારા અને વાલજી ઉર્ફે અર્જુન કારા સનીયારાને પોલીસે ચલણી નોટોના નંબર ઉપર એકી-બેકીનો જુગાર રમતા ઝડપી લીધા હતા.

રિલેટેડ ન્યૂઝ