મેંદરડાના શિક્ષકને ગાંધીનગરમાં રાજયપાલના હસ્તે મળ્યો એવોર્ડ

સ્વરચિત બાળકાવ્યો એનિમેશન દ્વારા બાળકો સુધી પહોંચાડયા

ગાંધીનગર ખાતે આવેલી ચિલ્ડ્રન રિસર્ચ યુનિવર્સિટીના સ્થાપના દિવસ નિમિત્તે એક ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગુજરાત રાજ્યના રાજ્યપાલઆચાર્ય દેવવ્રતજીના હસ્તે શૈક્ષણિક ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી કરનાર શિક્ષકોનું સન્માન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં સમગ્ર ગુજરાત રાજ્યમાંથી શૈક્ષણિક સાધન સામગ્રી (ઝકખ – ટીચિંગ લર્નિંગ મટીરીયલ) ના નિર્માણમાં પ્રથમ ક્રમાંક મેળવનાર જૂનાગઢ જિલ્લાના મેંદરડા તાલુકાના શિક્ષક બહાદુર સિંહ વાળા ની પસંદગી કરવામાં આવી હતી. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના હસ્તે તેમને સ્મૃતિચિન્હ અને પ્રમાણપત્ર આપીને વિશેષ રીતે પ્રોત્સાહિત કરાયા હતા. શિક્ષક બહાદુરસિંહ વાળાએ પોતે રચેલા બાળ કાવ્યોના એનિમેશન વીડિયો બનાવીને ઢજ્ઞીઝીબયના માધ્યમથી રાજ્યના આશરે 1 લાખથી પણ વધુ બાળકો સુધી પહોંચાડ્યા છે. ડિજિટલ માધ્યમનો ઉપયોગ કરીને બાળકોમાં ભાષા શુદ્ધિ અને નૈતિક મૂલ્યોનું સિંચન કરવાના આ અનોખા અને વિશિષ્ટ યોગદાન બદલ તેમને આ રાજ્યકક્ષાનો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે.

રિલેટેડ ન્યૂઝ