માળીયાહાટીનામાં બ્રહ્માકુમારી સેવા કેન્દ્ર ખાતે ગુરૂ મહિમા મહોત્સવ ઉજવાયો

બ્રહ્માકુમારી બહેનો દ્વારા ગુરૂજ્ઞાન અપાયું

માળીયાહાટીનામાં બ્રહ્માકુમારી સેવા કેન્દ્ર ખાતે ગુરુપૂર્ણિમાના પાવન પવિત્ર દિવસે ગુરુ મહિમા મહોત્સવ ખૂબ જ ધામધૂમથી ઉજવાયો હતો.
બ્રહ્માકુમારી સેવા કેન્દ્ર ડાયમંડ પેલેસ ખાતેના સભા મંડપમાં ઉજવાયેલા આ ઉત્સવમાં બ્રહ્માકુમારી સેવા કેન્દ્રના મુખ્ય સંચાલક શ્રી મીતા બહેને ગુરુનો મહિમા સમજાવતા કહ્યું હતું કે ઈશ્વર સુધી પહોંચવાનો સાચો રસ્તો બતાવે તે ગુરુ કહેવાય અજ્ઞાનતાના અંધારામાં જ્ઞાનનો દીપ પ્રગટાવે એ ગુરુ કહેવાય જીવનમાં સાચો રાહ બતાવે તે ગુરુ કહેવાય ગુરુ વગર જ્ઞાન કોઈ આપી શકતો નથી સાચા ગુરુ હોય તે જ લોકોને ધર્મ ઉપર ચાલવાનો સાચો માર્ગ બતાવે છે. એમ બ્રહ્માકુમારી મીતા બહેને જણાવ્યું હતું તેમને વધુ માં કહ્યું હતું કે અજ્ઞાનતાના અંધારામાંથી જ્ઞાનના પ્રકાશ તરફ લઈ જાય તે જ સાચા ગુરુ છે એમ બ્રહ્માકુમારી મીતા બહેને પોતાના પ્રવચનમાં ગુરુનો મહિમા સમજાવ્યો હતો
ગુરુ મહિમાના આ મહોત્સવમાં કેશોદ કેન્દ્રના બ્રહ્માકુમારી રૂપા દીદી બાલાગામ સેવા કેન્દ્રના મીતા દીદી જુથડ સેવા કેન્દ્રના હિના દીદી ભંડુરી સેવા કેન્દ્રના દક્ષાબેન, અલ્પાબેન, નિહારિકાબેન સહિત મોટી સંખ્યામાં ધર્મ પ્રેમી ભાઈઓ બહેનો અને બ્રહ્માકુમારી સેવા કેન્દ્રના સ્વયંસેવકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા કાર્યક્રમને અંતે તમામ લોકો એ પ્રભુ પ્રસાદ ( મહા પ્રસાદ )લીધો હતો.

રિલેટેડ ન્યૂઝ