મચ્છી મારવા માટે પાણીમાં પડ્યો હતો
ભાવનગરમાં કરચલીયા પરા વિસ્તારમાં રહેતા યુવાન અશોકભાઈ ગોવિંદભાઈ સરવૈયાનું ભૂંગળામાં સલવાઈ જવાથી કરૂણ મોત નીપજ્યું છે.
મળતી માહિતી મુજબ નિરમા કંપનીમાં ફિશિંગનું કામ કરતા અશોકભાઈ સરવૈયા મચ્છી મારવા માટે પાણીમાં પડ્યા હતા. આ દરમિયાન અચાનક ભૂંગળામાં સલવાઈ જતાં તેમનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ થતાં જ સ્થાનિકો અને ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી અને ભારે જહેમત બાદ મૃતદેહને બહાર કાઢવામાં આવ્યો હતો. આ દુ:ખદ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં અને પરિવારમાં અરેરાટી સાથે શોકની લાગણી ફેલાઈ ગઈ હતી.
