વર્ષોથી પાણીની સમસ્યા સામે ઝઝૂમતા.. રાજુલા-ખાંભા વિસ્તારને રૂ. 54 કરોડના બે મોટા જળ સંચયના પ્રોજેક્ટની મંજૂરી


રાણીગપરા ડેમ અને દાતરડી બંધારાના કામોનેે લીલીઝંડી : હજારો ખેડૂતોને રાહત મળશે : ધારાસભ્યની સફળ રજૂઆત

રાજુલા-ખાંભા વિધાનસભા મતવિસ્તાર માટે આજે ઐતિહાસિક દિવસ છે. વર્ષોથી પાણીની સમસ્યાથી ઝઝૂમી રહેલા આ વિસ્તારના બે મહત્વના પ્રશ્નો હવે હલ થવાના છે. બંને ગામોના આગેવાનો અને ખેડૂતો દ્વારા વારંવાર કરવામાં આવેલી વ્યવસ્થિત રજૂઆત બાદ અને ધારાસભ્ય હીરાભાઈ સોલંકી દ્વારા ગાંધીનગર ખાતે વારંવાર કરવામાં આવેલી રજૂઆતોના પરિણામે ગુજરાત સરકારે કુલ 54 કરોડના બે મોટા જળસંચયના પ્રોજેક્ટને મંજૂરી આપી છે.
આ અંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, ઉપમુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી અને જળસંપત્તિ તથા પાણી પુરવઠા મંત્રી ઈશ્વરભાઈ પટેલે સકારાત્મક વલણ દાખવી મંજૂરી આપતા ધારાસભ્ય હીરાભાઈ સોલંકીએ રાજ્ય સરકારનો આભાર માન્યો છે.
સરકારે રાજુલા-ખાંભા વિસ્તારના જળસંકટને દૂર કરવા માટે બે મુખ્ય કામોને મંજૂરી આપી છે.
રાણીગપરા ડેમ : આ ડેમ માટે કુલ રૂ. 35 કરોડની મંજૂરી આપવામાં આવી છે. આ ડેમ બનવાથી મોટા પાયે પાણીનો સંગ્રહ થશે અને આસપાસના અનેક ગામોની હજારો વીઘા જમીનને સિંચાઈનો લાભ મળશે.
દાતરડી બંધારો : આ બંધારા માટે કુલ રૂ. 19 કરોડની મંજૂરી મળી છે. વર્ષોથી દાતરડી અને આસપાસના ગામો દરિયાના ખારા પાણીના ઘુસણખોરીની સમસ્યાથી પીડાઈ રહ્યા હતા.
બંને કામોથી વિસ્તારને થશે મોટો ફાયદો રાજ્ય સરકાર દ્વારા મંજૂર કરાયેલા આ બંને કામો પૂર્ણ થયા બાદ સમગ્ર રાજુલા-ખાંભા વિસ્તારનું ચિત્ર બદલાઈ જશે.
ખેડૂતોને સિંચાઈ માટે બારમાસી પાણી મળશે. જેનાથી ઉત્પાદનમાં વધારો થશે અને ખેડૂતોની આવક બમણી થવાની આશા છેભૂગર્ભ જળનો વધારોબંને પ્રોજેક્ટથી વરસાદી પાણીનો સંગ્રહ થવાથી ભૂગર્ભ જળસ્તરમાં નોંધપાત્ર વધારો થશે. બોરવેલ અને કૂવામાં પાણીની સપાટી ઉપર આવશે. દાતરડી બંધારો બનવાથી સૌથી મોટો ફાયદો એ થશે કે દરિયાનું ખારું પાણી હવે આગળ નહીં વધી શકે. વર્ષોથી ખારાશના કારણે બગડી રહેલી ખેતીની જમીનો ફરીથી ખેતીલાયક બનશે. ગામના પીવાના પાણીની ગુણવત્તામાં પણ મોટો સુધારો થશે અને ખારાશની સમસ્યાનો કાયમી ઉકેલ આવશે.

રિલેટેડ ન્યૂઝ