25 હજારની દવાઓ જપ્ત કરાઈ
થાનના ખાખરાથળ ગામેથી બોગસ તબીબ પકડાયો હતો. સ્ટાફના યોગેન્દ્રસિંહ ચુડાસમા, ધર્મેન્દ્રસિંહ વાઘેલા, હિતેશભાઈ જોગરાણા, અજયવીરસિંહ ઝાલા, ફતેસંગ પરમાર, દિલીપસિંહ સિંધવ, રાજુભાઈ પઢેરીયાનાઓએ સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ પોલીસ સ્ટેશન વિસ્તારના ખાખરાથળ ગામે પ્રા.શાળા પાસેની કલીનીકમાંથી માન્ય મેડીકલ સંસ્થા પાસેથી મેડીકલ પ્રેકટીસ અંગેની લાયકાત મેળવ્યા વગર માત્ર લાગ માટે માનવ સ્વાસ્થ્ય સાથે ચેડા કરતો આ શખ્સ ઝડપાયો હતો.
બોગસ ડોકટર આરોપી મેહુલ દેવરાજભાઈ પઢેરીયા રહે. 60 ફુટ રોડ, કંસારા બોર્ડીંગ સામે, પરસોતમ પાર્ક, સુરેન્દ્રનગર મુળ રહે. ગામ-સમઢીયાળા તા.ચુડા, સુરેન્દ્રનગરને મેડીકલ પ્રેકટીસને લગતી એલોપથી દવાઓ કિંમત રૂા.25,787ના મુદામાલ સાથે પકડી પાડી ધોરણસર અટક કરી આરોપી વિરૂધ્ધ સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ પોલીસ સ્ટેશન ખાતે ગુન્હો દાખલ કરાવી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ.
