119 વર્ષ જુની અનાથ બાળકોનો આધારસ્તંભ સમી
સેવા મેરા યોગદાન અંતર્ગત રાજકોટની 119 વર્ષ જુની અનાથ બાળકોના આધારસ્તંભ સમી કાઠીયાવાડ નિરાશ્રીત બાલાશ્રમની ઓચીંતી મુલાકાતે આવેલ કલેકટર ઓમપ્રકાશ માથુર સંસ્થાની સ્વચ્છતા-સંસ્કાર વહીવટ અને બાળકોની સારસંભાળ જોઇને પ્રભાવીત થયા હતા.
સંસ્થાના પ્રાંગણમાં યોજાયેલ સેવા મેરા યોગદાન હેઠળ સંસ્થાના બાળકોને શૈક્ષણીક કીટ, રમકડા, સ્પોટર્સની કીટ વગેરે વિતરણના કાર્યક્રમમાં કલેકટરના હસ્તે બાળકોને કીટ વિતરણ કરવામાં આવેલ. આ પ્રસંગે શહેર ભાજપના હોદેદારો ઉપરાંત બાળ વિકાસ સમીતીના મેમ્બરો અને સમાજ સુરક્ષા વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહયા હતા.
બાલાશ્રમની મુલાકાત દરમ્યાન ઘોડીયાઘરની વિઝીટ કરતા જ ત્યાની વ્યવસ્થા સારસંભાળ સફાઇ વગેરે જોતાની સાથે જ અને ઘોડીયાઘરમાં આશરો લઇ રહેલા એક દિવસથી લઇને ત્રણ વર્ષ સુધીના બાળકો સાથે આત્મીયતાથી હાથમાં લઇને રમાડેલ અને ભાવવિભોર બની એકદમ પ્રભાવીત થયેલ. બાલાશ્રમની મુલાકાત દરમ્યાન સંસ્થાના ઉપપ્રમુખ ચંદ્રકાંતભાઇ પટેલ સાથે રહીને સંસ્થાની તમામ પ્રવૃતીથી વાકેફ કરેલ અને રસોડા-કોઠાર સહિત તમામ વિભાગોની મુલાકાત કરાવી માહીતગાર કરેલ. સંસ્થાના સુપ્રી. પ્રતિભાબેન સહીત જયોત્સનાબેન, ઉર્વશીબેન, ચાર્મીબેન વગેરેએ કીટ વિતરણના કાર્યક્રમની વ્યવસ્થા કરેલ. એકંદરે બાલાશ્રમની વ્યવસ્થા સંચાલન અને સંસ્કારથી પ્રભાવીત થઇને કલેકટરે અભીનંદન આપી તેમના અધિકારીઓને આ સંસ્થાની મદદ કરવા અપીલ કરેલ.
