રાજ ઠાકરેના દૃાવાથી મહારાષ્ટ્રના રાજકારણમાં ખળભળાટ
નિરાશ થયેલા યુવાનો મંદિૃરો તરફ વળે છે, પરંતુ આ મંદિૃરો પણ ભ્રષ્ટાચારથી મુક્ત રહૃાા નથી : રાજ ઠાકરે
મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ રાજ ઠાકરેએ એક બોલ્ડ દૃાવો કરીને મહારાષ્ટ્રમાં રાજકીય ગરમી વધારી દૃીધી છે. તેમણે દૃાવો કર્યો છે કે મુંબઈના પ્રખ્યાત સિદ્ધિવિનાયક મંદિૃરમાંથી વાર્ષિક રૂ.૧૮ કરોડની ચોરી થાય છે.
એક કાર્યક્રમને સંબોધતા ઠાકરેએ કહૃાું કે આજકાલ મંદિૃરો પણ સુરક્ષિત નથી. ખરેખર, MNS અધ્યક્ષ પક્ષના વિદ્યાર્થી એકમના એક કાર્યક્રમને સંબોધિત કરી રહૃાા હતા અને આ દૃરમિયાન તેમણે અન્ય એક મોટો દૃાવો કરતા કહૃાું કે, અયોધ્યાના રામ મંદિૃરમાં ૧૪૦૦ કરોડ રૂપિયાની ચોરી થઈ છે. ઠાકરેએ ઉમેર્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદૃીએ પણ આ મુદ્દા પર ચોક્કસપણે બોલવું જોઈએ.
વિદ્યાર્થી એકમને સંબોધતા રાજ ઠાકરેએ કહૃાું કે અયોધ્યા રામ મંદિૃરમાં ચોરીના મુદ્દે પીએમ મોદૃીએ નિવેદૃન આપવું જોઈએ. તેમણે એવું પણ કહૃાું કે, નિરાશ થયેલા યુવાનો મંદિૃરો તરફ વળે છે, પરંતુ આ મંદિૃરો પણ ભ્રષ્ટાચારથી મુક્ત રહૃાા નથી.
આ સાથે જ તેમણે મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ એકનાથ િંશદૃેને સિદ્ધિવિનાયક મંદિૃરના ૮ ટ્રસ્ટીઓ દ્વારા લખવામાં આવેલા એક પત્રનો હવાલો આપતા કહૃાું કે, મંદિૃરની દૃાનપેટીમાંથી પૈસા ચોરનારા કેટલાક કર્મચારીઓને ટ્રસ્ટીઓની સતર્કતાના કારણે પકડી પાડવામાં આવ્યા છે. રાજ ઠાકરેનું કહેવું છે કે, સિદ્ધિવિનાયક મંદિૃરમાં આ ચોરી પકડાઈ તે પહેલાં અહીંથી મળતી સાપ્તાહિક દૃાનની આવક આશરે ૫૦ લાખ રૂપિયા કરતાં પણ ઓછી હતી. પરંતુ ચોરીની જાણ થયા પછી આ દૃાનની રકમ વધીને ૧.૫ કરોડ રૂપિયા થઈ ગઈ. રાજ ઠાકરેનો દૃાવો છે કે દૃર વર્ષે મંદિૃરમાંથી ૧૮ કરોડ રૂપિયાની ચોરી થાય છે.
બીજી તરફ, સિદ્ધિવિનાયક મંદિૃર ટ્રસ્ટના અધ્યક્ષ અને ડેપ્યુટી સીએમ એકનાથ િંશદૃેના નેતૃત્વવાળી શિવસેનાના નેતા સદૃા સરવંકરે પત્રકારો સાથે વાતચીત કરતાં જણાવ્યું કે, આ મામલે ૯ કર્મચારીઓની પહેલાથી જ ધરપકડ કરી લેવામાં આવી છે. તેમણે દૃાવો કર્યો કે જ્યાં પણ જરૂર હતી ત્યાં કેસ પણ નોંધવામાં આવ્યા છે.
