ગામના લોકોએ વિનંતી કરી માગ્યો સમય
56 વર્ષ પહેલા 1970ની વાત છે દીવ પ્રશાસનના જણાવ્યાનુસાર દીવ ગવર્મેન્ટે પાણીના સ્ટોરેજ કરવા માટે વાંસોજ ગામમાં 8600 સ્કેવેર મીટર જમીન લીધી હતી. આ જમીન દીવ નજીક ગુજરાત રાજ્યના ઉના તાલુકાના વાંસોજ ગામમાં આવેલ છે. આ જમીનની કિંમત કરોડોમાં થાય છે. આ જમીન પડતર પડેલ હોય અને ગવર્મેન્ટને કંઈ કામમાં ના હોય એટલે આ જમીન વર્ષોથી પડતર તરીકે છે જેથી અમુક લોકોએ આ જમીનમાં જરૂરિયાત મુજબ મકાનો બનાવ્યા અને અમુક કોન્ટ્રાક્ટરો બાંધકામનો સામાન રાખતા હતાં.
આ જમીન દીવની માલિકીની હોય અને દીવ ગવર્મેન્ટનો તેના ઉપર હક્ક હોય જેથી પ્રશાસક પ્રફુલ પટેલના નિર્દેશ અનુસાર અને દીવ કલેક્ટર રાહુલ દેવ બુરાના માર્ગદર્શનમાં આ જમીન લેવા ગીર સોમનાથ જીલ્લાના કલેક્ટર સાથે વાત કરી અને લેખિત રજૂઆત કરી હતી. ગીર ોસમનાથ અને દીવ વચ્ચે સહમતી થયા બાદ દીવ પ્રશાસને ચાર દિવસ પહેલા મકાનોમાં રહેતા લોકોને 96 કલાકનો સમય આપી નોટીસ ફટકારી હતી. અને ખાલી કરવા જણાવ્યુ ંહતું . 96 કલાક પુર્ણ થતાં કલેક્ટરના આદેશ અનુસાર ડેપ્યુટી કલેક્ટર શિવમ મીશ્રા મામલતદાર ધર્મેશ દમણીયા, અવ્વલ કારકૂન રામજીભાઈ બામણીયા, પોલીસ કાફલા સાથે વાંસોજ ગામના પહોંચ્યા હતાં. અને ત્યાંના લોકોને મકાન ખાલી કરવા જણાવ્યું હતું. અને બંધ મકાનનું ડીમોલીશનના કામનો પ્રારંભ કર્યો હતો. મકાનમાં રહેતા લોકોએ સમય માંગ્યો હતો અને જણાવ્યુ ંહતું કે, અમે સ્વેચ્છાએ તોડી અને કબ્જો આપી દેશું. આ વાત ઉપર સહમતી થતા સમગ્ર પ્રકરણનો સુખદ અંત આવ્યો હતો.
