બાયર રજૂ કરે છે, ઝિવાના‘ સ્માર્ટએક નવીનતમ ફૂગનાશક દવા, જે મૂલ્યવાન બાગાયતી પાકોમાં લાગતા છારો અને પાકમાં લાગતા પાછોતરા સુકારા જેવા વિનાશક રોગોથી બચાવવા માટે તૈયાર કરવામાં આવી છે. એફઆરએસી ગ્રુપ 49 હેઠળના નવા સક્રિય ઘટકો દ્વારા તૈયાર થયેલી ઝિવાના‘ સ્માર્ટ એ દ્રાક્ષ, કાકડી, બટાકા અને ટમેટા જેવા પાકમાં થતા રોગની સામે શ્રેષ્ઠ નિયંત્રણ પૂરું પાડે છે, જે ખેડૂતોને પાકની ગુણવત્તા જાળવવામાં, ઉત્પાદક્તા સુધારવામાં તથા મહત્તમ વળતર મેળવવામાં મદદરૂપ થાય છે.
બાગાયતી પાકોમાં પાંદડામાં લગતા છારો અને પાકમાં લાગતા પાછોતરા સુકારા જેવા નુક્શાનકારક રોગો છે, જે ખેડૂતોના પાક સંરક્ષણનો ખર્ચમાં લગભગ અડધાથી પણ વધુ હિસ્સો ધરાવે છે. બદલાતુ જતું હવા માન અને લાંબા સમય સુધી ભેજને લીધે રોગનું પ્રમાણ વધુ તિવ્ર બને છે, જેના લીધે ખેડૂતોને એવા નવા ઉપાયોની જરૂર પડે છે, જે ટકાઉ ખેતીની પદ્ધતિને ટેકો આપવાની સાથોસાથ લાંબા સમય સુધી ટકી રહે તે માટે સુરક્ષા પણ પૂરી પાડે છે.
