ત્રણ શખ્સો સકંજામાં: રોકડ રૂ. 62700 સહિત રૂ.1.02 લાખનો મુદામાલ જપ્ત
ઉના પોલીસ સ્ટેશન વિસ્તારમાંગેરકાયદેસરપ્રોહિબિશનજુગારની પ્રવૃત્તિઓ સામે પોલીસ તંત્ર દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે એલમપુર ગામતરફજતા રસ્તા પર આવેલી એક વાડીમાંઓરડીમાંચાલતાજુગાર ના અડ્ડા પર ઉના પોલીસની સર્વેલન્સ ટીમે દરોડો પાડી જુગાર રમતા ત્રણ શખ્સોને ઝડપી પાડ્યા હતા.
ઉના પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ્પેક્ટર કે.આઈ. જાડેજા સર્વેલન્સ પી.એસ.આઈ. કે.એન. મુછાળની રાહબરી હેઠળ સર્વેલન્સ સ્ક્વોડ પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન પોલીસ કોન્સ રવીસિંહ ગોહિલ સુનિલભાઈ બાંભણીયાનેમળેલીસંયુક્ત બાતમીનાઆધારે કાર્યવાહી કરવામાં આવી હતી. પોલીસે ઉના-સોમનાથ હાઈવે રોડ પરથી એલમપુર ગામ તરફ જતા રસ્તે અનીલભાઈ નાનજીભાઈ ડાભી ના કબજા-ભોગવટાની વાડીમાં આવેલી ઓરડીમાં જુગાર અંગે દરોડો પાડ્યો હતો. દરોડાદરમિયાનજુગાર રમતા અનીલ નાનજીભાઈ ડાભી, સચીન દિલીપભાઈ ડાભી , પ્રિન્સ સુરેશભાઈ બાંભણીયાને ઝડપી પાડવામાં આવ્યા હતા. દરોડા દરમિયાન પોલીસને સ્થળ પરથી રૂ.62,700ની રોકડ રકમ, ગંજીપત્તાના 43 પાનાતેમજરૂ.40,000ની કિંમતનાબે મોબાઈલ ફોન મળી આવ્યા હતા 1,02,700 નો મુદ્દામાલ કબજે કરી ત્રણેય શખ્સો વિરુદ્ધ ઉના પોલીસ સ્ટેશનમાં જુગાર ધારા કલમ 4 અને 5 મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે પોલીસની આ કાર્યવાહીથી એલમપુર પંથકમાં ચાલતી જુગારની ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા તત્વો માં ફફડાટ ફેલાયો છે.
