અમરેલીથી વિસાવદર સુધી બ્રોડગેજની સુવિધા આપવા જિલ્લા કલેક્ટરને આવેદન અપાયું

ધારી પત્રકાર સંઘ અને અમરેલી બ્રોડગેજ કમિટી દ્વારા…

અમરેલીથી વિસાવદર સુધી બ્રોડગેજ સુવિધાની માંગ સાથે ધારી પત્રકાર સંઘ તથા અમરેલી બ્રોડગેજ કમેટી તેમજ જાગૃત નાગરિકો દ્વારા આજે અમરેલી જિલ્લા કલેકટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવવામાં આવેલ હતું. ત્યારબાદ આ પ્રતિનિધિ મંડળ અમરેલીના સાંસદ કાર્યાલય ખાતે રજુઆત કરવા માટે પહોંચ્યુ હતું. પૂર્વ ભાજપના પ્રમુખ ડો. કાનાબાર સાથે પણ મુલાકાત કરીને વહેલાંમાં વહેલી તકે અમરેલીથી વિસાવદર સુધી બ્રોડગેજ સુવિધા મંજુર કરવા માટે ચર્ચાઓ કરવામાં આવી હતી.
આજે અમરેલીના રાજકમલ ચોક ખાતે સૌ પ્રથમ ડો. જીવરાજ મહેતાની પ્રતિમાની સાફ સફાઈ કર્યાં બાદ હારતોરા કરીને અમરેલી જિલ્લા કલેકટર અધિકારીને આવેદનપત્ર પાઠવવા માટે પહોંચેલા હતા. રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવને ઉદ્દેશીને લખવામાં આવેલ આવેદનપત્ર જીલ્લા કલેકટરને લેખિત મૌખિક રજુઆતો કરવામાં આવી હતી.
બાદમાં અમરેલીના સાંસદ કાર્યાલય ખાતે રજુઆત કરવા માટે પહોંચેલા હતા પરંતુ સમય અને સંજોગો મુજબ સાંસદ ભરત સુતરીયા હાજર હતા નહીં એટલા માટે સાંસદના પી.એ.ને આવેદનપત્ર આપવામાં આવેલ હતું.
ઉલ્લેખનીય છે કે અમરેલીથી વિસાવદર સુધી બ્રોડગેજની માંગ સાથે ધારી પત્રકાર સંઘ બિનરાજકીય મિશન ચલાવી રહેલ છે. ત્યારે આગામી સપ્તાહમાં ધારી ખાતે આવેલ તાલુકા પંચાયત ચોકથી મામલતદાર કચેરી સુધી રેલી યોજીને આવેદનપત્ર પાઠવશે. દેશના મોટા ભાગના વિસ્તારોમાં બ્રોડગેજ સુવિધા પહોંચાડવામાં આવેલ છે. ત્યારે અમરેલી જીલ્લાના ધારી ચલાલા વિસાવદર સાથે હળહળતો અન્યાય કેમ કરવામાં આવેલ છે? તેવા સવાલો ઉભા થવા પામેલ છે. ત્યારે અસરકારક રીતે રેલીનું આયોજન કરવામાં આવેલ છે.

રિલેટેડ ન્યૂઝ