જૂનાગઢ રેન્જ પોલીસનો સફળ દરોડો
જુનાગઢ રેન્જ પોલીસે મેંદરડાના દેવગઢ ગામે રહેણાક મકાન પર દરોડો પાડી, ઇગ્લીંશ દારૂનો મોટો જથ્થો ઝડપી લઇ, બે આરોપીને પકડી, 3 ઈસમો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. જૂનાગઢ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમા દ્વારા દેશી વિદેશી દારૂની બદીને નેસ્તનાબુદ કરવા કડક સુચના કરેલ હોય,જે અનુસંધાને જુનાગઢ રેન્જના પોલીસ ઇન્સ્પેક્ટર વાય.બી. રાણાના માર્ગદર્શન હેઠળ પો.સ.ઇ. આર.જી.ચુડાસમા, પો.સઇ. બી.ડી માવદિયા તથા પોલીસ સ્ટાફ મેંદરડા તાલુકા વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા, તે દરમ્યાન અગાઉ એ.એસ.આઇ. ગજેન્દ્રસીંહ ઇન્દ્રસીંહ જાડેજા તથા પો.કોન્સ ભુપતસીહ ડોલરસીંહને બાતમી હકીકત મળેલ કે, મેંદરડા તાલુકાના દેવગઢ ગામે રહેતા મહેશભાઇ જગુભાઇ બસીયા તેના રહેણાક મકાને પોતાના પોતે તથા વિશાલ ભીખુભાઇ વાળા (રહે. સમઢીયાળા) એમ બંન્ને બહારથી ઇંગ્લીશ દારૂનો જથ્થો મંગાવેલ હોય અને તે ઇંગ્લીશ દારૂની હેરાફેરી કરતા હોય, જે બાતમીના આધારે રેન્જ પોલીસે તાત્કાલિક પહોંચી જઈ તપાસ કરતા એક સફેદ કલરની સ્કોડા ફોરવ્હીલ પડેલ હોય તેની ડેકી ચેક કરતા તેમા પુઠાની પેટીઓ તથા પ્લાસ્ટીકની મોટી સફેદ તથા કાળા કલરની કોથળીઓમા ઇગ્લીંશ દારૂનો જથ્થો મળી આવતા પોલીસે આરોપી મહેશ જગુભાઇ બસીયા (રહે. દેવગઢવાળા) તથા વિશાલભાઈ ભીખુભાઇ વાળા (રહે. સમઢીયાળા) ને પકડી.પાડી, ઇંગ્લીંશ દારૂનો જથ્થો, કાર મળી કુલ રૂ. 4,10,640 નો મુદામાલ કબજે કરી, પકડાયેલા બને આરોપીઓ તથા હાજર નહી મળી આવનાર આરોપી રાકેશ ઉર્ફે કાળું હિંમતલાલ શેખલીયા (રહે. મૂળ જી.ભાવનગર, હાલ-લીમધરા, વિસાવદર) વિરૂધ્ધમા મેંદરડા પોલીસ સ્ટેશનમાં પ્રોહી. કલમ મુજબનો ગુન્હો રજી. કરાવેલ છે.
