ભરણપોષણની રકમ ન ચૂકવતા કુલ 990 દિવસની સાદી કેદની સજા ભોગવતા આરોપી ને ઉના પોલીસે ઝડપી જૂનાગઢ જેલ હવાલે કર્યો
કોર્ટ દ્વારા ઇશ્યુ થતા સમન્સ,વોરંટઅનેનોટિસનીસચોટ બજવણી કરી પડતર કેસોના ઝડપી નિકાલ માટે ગીર સોમનાથ પોલીસ દ્વારા હાથ ધરાયેલી ખાસ ડ્રાઇવ અંતર્ગત ઉના પોલીસે છેલ્લા એકાદ વર્ષથી ત્રણ અલગ -અલગ સજા વોરંટના નાસતા ફરતા આરોપીને ઝડપી પાડવામાં સફળતા મેળવી છે.
ઉના વિભાગના નાયબ પોલીસ અધિક્ષક એમ.એફ. ચૌધરીના માર્ગદર્શન અને સૂચના હેઠળ ઉના પોલીસ સ્ટેશન ના પોલીસઇન્સ્પેક્ટર કે.આઈ.જાડેજા ઙજઈં કે.એન. મુછાળની રાહબરીમાં દેલવાડા આઉટ પોસ્ટના પોલીસ કર્મચારીઓ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
પોલીસને મળેલી સંયુક્ત બાતમીના આધારે મુકેશભાઈ લખમણભાઈ મેવાડા (ઉં.વ. 40), રહે. દેલવાડા, રામ મંદિરની બાજુમાં તા. ઉના ને દેલવાડા ગામના દિવઝાપા પાસેથી ઝડપી પાડવામાં આવ્યો હતો. પોલીસના જણાવ્યા મુજબ, આરોપી વિરુદ્ધ ઉના ફેમિલી કોર્ટમાં ભરણપોષણની રકમ ચૂકવવામાં કસૂર બદલ ત્રણ અલગ-અલગ કેસમાં સજા કરવામાં આવી હતી.
ફેમિલી કોર્ટ ઉનાના ફો.5.અ. નં. 114/2025ના કેસમાં પત્ની તથા બાળકના ભરણપોષણની ચડત રકમ અને અરજી ખર્ચ સહિત રૂ.42,000 ચૂકવવામાં કસૂર બદલ આરોપીને 360 દિવસની સાદી કેદની સજા કરવામાં આવી હતી.
તે જ રીતે ફો.5.અ. નં. 318/2025ના કેસમાં પણ ભરણપોષણની રકમ તથા અરજી ખર્ચ સહિત રૂ.42,000ની રકમ ચૂકવવામાં કસૂર બદલ 360 દિવસ ની સાદી કેદનો હુકમ થયો હતો.
જ્યારે ફો.પ.અ. નં. 676/2025ના કેસમાં પત્ની તથા સગીરના ભરણપોષણની ચડત રકમ અને અરજી ખર્ચ સહિત રૂ.31,500 ચૂકવવામાં કસૂર બદલ 270 દિવસની સાદી કેદની સજા ફરમાવવામાં આવી હતી.
આમ, ત્રણેય કેસમાં આરોપીને કુલ 990 દિવસની સાદી કેદની સજા ફટકારવામાં આવી હતી. જોકે આરોપી છેલ્લા એકાદ વર્ષથી પોલીસની પકડથી દૂર રહી નાસતો ફરતો હતો. આખરે ઉના પોલીસની ટીમે બાતમીના આધારે દેલવાડા ગામેથી આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી પોલીસ ઇન્સ્પેક્ટર કે.આઈ. જાડેજા. પીએસ આઈ કે.એન. મુછાળ પો.હેડ કોન્સ્ટેબલ નાનજીભાઈ સારદુળભાઈ ચારણીયા પો.કોન્સ્ટેબલ ભગવાનભાઈ જીણાભાઈ રાઠોડે કાયદેસર કાર્યવાહી કરી જુનાગઢ જેલ હવાલે કર્યો હતો
