નકલી SOG પોલીસ બની ક્લિનિકમાંથી અપહરણ, રૂા.11,500ની લૂંટ: ગીર સોમનાથ પોલીસે ગેંગના 7ને ઝડપી પાડ્યા

મહેસાણા-અમદાવાદથી ઉના સુધી નકલી પોલીસ અને પ્રેસનો રોફ જમાવી તોડ કરતી ગેંગનો પર્દાફાશ: બે કાર સહિત રૂ.5 લાખનો મુદ્દામાલ કબજે, ત્રણ આરોપી હજુ ફરાર

ઉનામાં નકલી જઘૠ પોલીસની ઓળખ આપી એકદેશી દવાના વ્યવસાય સાથે સંકળાયેલા વ્યક્તિનું અપહરણ કરી તેની પાસેથી રોકડ રકમ પડાવી લેવાના ચકચારી બનાવનો ગીર સોમનાથ પોલીસે ભેદ ઉકેલી નાખ્યો છે. પોલીસના જણાવ્યા મુજબ, સમગ્ર કાવતરામાં સંડોવાયેલા આરોપીઓની પૂછપરછ દરમિયાન તેઓ નકલી પોલીસ અને પ્રેસ તરીકેનો રોફ જમાવી વિવિધ સ્થળોએ લોકો પાસેથી પૈસા પડાવતા હોવાની વિગતો સામે આવી છે. પોલીસે આ ગુનામાં કુલ સાત આરોપી ઓને ઝડપી લીધા છે, જ્યારે ત્રણ આરોપીઓ હજુ પોલીસ પકડથી દૂર છે. બે ફોરવ્હીલ સહિત કુલ રૂ.5 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.
પોલીસના જણાવ્યા મુજબ, તા.17 સપ્ટેમ્બર 2026 ના રોજ ઉનાની ગુલમોર સોસાયટીમાંરહેતાનફીસભાઈ સુલેમાનભાઈ સુમરા પોતાના ક્લિનિક પર હાજર હતા. તે દરમિયાન ત્રણ જેટલા શખ્સો નંબર પ્લેટ વગરની સફેદ સ્વિફ્ટ કારમાં ત્યાં આવ્યા હતા. આરોપીઓએ પોતાને જઘૠ પોલીસ તરીકે ઓળખાવી નફીસભાઈને પોતાની સાથે કારમાં બેસાડી લઈ ગયા હતા.આ દરમિયાન ફરિયાદીના શર્ટના ખિસ્સામાં રહેલા રૂ.11,500 બળજબરીથી કાઢી લેવામાં આવ્યા હોવાનો પોલીસ ફરિયાદમાં ઉલ્લેખ છે. ત્યારબાદ નફીસભાઈને ગીરગઢડા બાયપાસ પુલ નજીક ઉતારી આરોપીઓ કાર લઈને ફરાર થઈ ગયા હતા. આ બનાવ અંગે ઉના પોલીસ મથકે ઇગજની કલમ309(4), 137(2), 204 અને 54 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતા
ઘટના બાદ ગીર સોમનાથ પોલીસ અધિક્ષક જયદીપસિંહ જાડેજાની સૂચના તથા ઉના ડિવિઝનના નાયબ પોલીસ અધિક્ષક એમ.એફ. ચૌધરીના માર્ગદર્શન હેઠળ કઈઇ, જઘૠઅને ઉના પોલીસની અલગ-અલગ ટીમો બનાવવામાં આવી હતી. પોલીસે ઈઈઝટ ફૂટેજ, ટેકનિકલ એનાલિસિસ, માનવ સ્ત્રોતો તથા અન્ય મળેલા પુરાવાઓના આધારે તપાસ આગળ ધપાવી હતી.
તપાસ દરમિયાન પોલીસને જાણવા મળ્યું કે આરોપીઓએ અગાઉથી ફરિયાદીના ક્લિનિકની રેકી કરી હતી. ત્યારબાદ નંબર પ્લેટ વગરની ફોરવ્હીલમાં આવી નકલી જઘૠ પોલીસની ઓળખ આપી ફરિયાદીનું અપહરણ કરવામાં આવ્યું અને રોકડ રકમ લઈ ગીરગઢડા બાય પાસ પાસે તેને ઉતારી દેવામાં આવ્યો હતો.
આ કેસમાં પોલીસે કુણાલપુરી બલદેવપુરી ગોસ્વામી (ઉ.વ.32, પ્રેસ રિપોર્ટર,રહે.આંબલીયાસણ,મહેસાણા, મિતેશ મનુજીભાઈ ડાભી (ઉ.વ.23, ડ્રાઇવિંગ, રહે. રાજપુર, કડી), કૌશિકભાઈ પ્રહલાદભાઈ પંચાલ (ઉ.વ.34, રહે. અમદાવાદ), શ્રેયશ રાજેન્દ્રભાઈ પટેલ (ઉ.વ.30, રહે. અમદાવાદ), નદીમ સીદીકભાઈ કાતરીયા (ઉ.વ.20, રહે. ઉના), અલકેશ યાકુબભાઈ તાઈ (ઉ.વ.20, રહે. ઉના) અને દિવ્યેશ બાબુભાઈ નસીત (રહે. બોરવાવ, તા. તાલાલા)ને ઝડપી પાડ્યા છે.જ્યારે દિલીપ ઉર્ફે હાર્દિક ભાયાભાઈ બાંભણિયા, ગીતાબેન રણધીરભાઈ ગોહિલ અને અબ્દુલમુસાભાઈ સાંધને હજુ ઝડપી પાડવાના બાકી હોવાનું પોલીસે જણાવ્યું છે.પોલીસે આરોપીઓ પાસેથી ૠઉં-02-ઊૠ-6231 નંબરની ફોરવ્હીલ કાર કિંમત આશરે રૂ.4 લાખ તથા ૠઉં-01-ઇંટ-7079 નંબરની બીજી ફોરવ્હીલ કાર કિંમત આશરે રૂ.1 લાખ મળી કુલ રૂ.5 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.પોલીસની તપાસ દરમિયાન આરોપી કૌશિક પંચાલના મોબાઇલ ફોનની તપાસ કરતાં ગુજરાત પોલીસ કર્મચારી તરીકેનું નકલી ઓળખપત્ર મળી આવ્યું હોવાનું સામે આવ્યું છે. આ મામલે કૌશિક પંચાલ વિરુદ્ધ ઉના પોલીસ મથકે ઇગજ કલમ 204 હેઠળ અલગ ગુનો નોંધવામાં આવ્યો છે.

આ સમગ્ર પ્રકરણમાં પોલીસે ઝડપાયેલા આરોપીઓની વધુ પૂછપરછ હાથ ધરી છે
ફરાર આરોપીઓને ઝડપી પાડવા માટે પણ તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. પોલીસે ઈઈઝટ, ટેકનિકલ પુરાવા અને અન્ય માહિતીના આધારે સમગ્ર નેટવર્કની કડીઓ તપાસવાનું શરૂ કર્યું છે.આ સમગ્ર ભેદ ઉકેલવા કઈઇ ઙઈં એમ.કે. વણારકા, જઘૠ ઇન્ચાર્જ ઙઈં આર.આર. રાયજાદા, ઉના પોલીસ મથકના ઙઈં કે.આઈ. જાડેજા, કઈઇ ઙજઈં એ.બી. ગોહિલ, જઘૠ ઙજઈં એસ.જે. સોલંકી, ઉના ઙજઈં કે.એન. મુછાળ, ઙજઈં એસ.બી. બોરીયા તથા કઈઇ, જઘૠ અને ઉના પોલીસ સ્ટાફ જોડાયા હતા.

પોલીસ મુજબ પ્રેસના નામે પણ રોફ જમાવતા હતા
પોલીસના જણાવ્યા મુજબ, આરોપી દિવ્યેશબાબુભાઈ નસીત ‘અખંડ ભારત દૈનિક સમાચાર’માં સહતંત્રી તરીકે કામ કરતો હોવાનું તપાસમાં સામે આવ્યું છે. પોલીસના આક્ષેપ મુજબ, તેની સાથે સંકળાયેલા કેટલાક આરોપીઓ અમદાવાદ, ગાંધીનગર અને મહેસાણા જિલ્લામાં ખાનગી કંપનીઓ, સ્પા તથા અન્ય નાગરિકો સામે નકલી પોલીસ અને પ્રેસ તરીકેનો રોફ જમાવી પૈસા પડાવવાની પ્રવૃત્તિમાં સંડોવાયેલા હતા.પોલીસે આ સમગ્ર નેટવર્કમાં દિવ્યેશને મુખ્ય કાવતરાખોર તરીકે દર્શાવ્યો છે અને અન્ય આરોપીઓ સાથે મળીને લોકોને દબાણમાં લઈ પૈસા પડાવવાના કાવતરામાં તેની ભૂમિકા હોવાનો આક્ષેપ કર્યો છે.
દરેક આરોપીની અલગ ભૂમિકા સામે આવી
પોલીસની તપાસ મુજબ, બલકેશ નામના આરોપીએ ફરિયાદી સાથેના કૌટુંબિક મનદુ:ખના કારણે તેની માહિતી નદીમને આપી હતી. ત્યારબાદ નદીમ અને ગીતા એ ફરિયાદી પર નજર રાખી રેકી કરી હોવાનો પોલીસનો દાવો છે.હાર્દિક, અબ્દુલ અને કુણાલપુરી કાર લઈને મેણ ગામે પહોંચ્યા હતા અને ફરિયાદીનું અપહરણ કર્યું હોવાનું તપાસમાં સામે આવ્યું છે. શ્રેયસ અને કૌશિક અગાઉ પણ આ પ્રકારની પ્રવૃત્તિમાં હાર્દિક અને કુણાલપુરી સાથે હોવાનું તેમજ બનાવ બાદ હાર્દિકને નાસી જવામાં મદદ કરી હોવાનો પોલીસનો દાવો છે.

રિલેટેડ ન્યૂઝ