અમરેલી: જાહેરમાં જુગાર રમતા 8 શખ્સો ઝડપાયા

રૂા.17,020નો મુદ્દામાલ જપ્ત

અમરેલીના હનુમાનપરા રોડ ઉપર ગુણાતીતનગર સોસાયટી પાછળ જાહેરમાં જુગાર રમતા આઠ ઇસમોને રોકડ રકમ રૂા.17,020 ની મતા સાથે ગઈકાલે મોડી રાત્રે અમરેલી સીટી પોલીસ ટીમે ઝડપી પાડી ધોરણસર કાર્યવાહી હાથ ધરેલ છે.
અમરેલીના પોલીસ અધિક્ષક સંજય ખરાતને મળેલ બાતમીના આધારે અને તેમની સૂચનાથી અમરેલી સીટી પોલીસ ઇન્સ્પેક્ટર એમ.એમ.ઝાલાની રાહબરી હેઠળ માણેકપરા બીટનો સ્ટાફ ગઈકાલે મોડી રાત્રે પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન અમરેલીના હનુમાનપરા રોડ, ગુણાતીત નગર સોસાયટી પાછળ દરોડો પાડી જાહેરમાં પૈસા પાનાથી હાર જીતનો જુગાર રમતા અમરેલીમાં રહેતા સૈયરાજભાઇ ઉર્ફે સયલુભાઈ લખુભાઈ વાળા, ઉમેદભાઈ જગુભાઈ ધાધલ, જયેશભાઈ જયંતીભાઈ સખેસરીયા, સુરેશભાઈ બચુભાઈ ચિત્રોડા, ભીમભાઈ હરસુરભાઈ તીતોસા, મહેન્દ્રભાઈ ભીખુભાઈ ડાંગર, જીતેન્દ્રભાઈ કાનજીભાઈ ચૌહાણ તથા મહેશભાઈ વલકુભાઈ વાળા સહીત આઠ ઇસમોને રોકડા રૂા.17,020 ના મુદ્દામાલ સાથે પકડી પાડી આઠે’ય ઇસમો વિરૂધ્ધમાં જુગાર ધારા કલમ-12 મુજબ ધોરણસરની કાર્યવાહી કરી જુગારનો કેસ કરવામાં આવેલ છે.

રિલેટેડ ન્યૂઝ