સૂત્રાપાડા તાલુકાના પ્રશ્ર્નાવડા ગામે કિસાન ગોષ્ઠી યોજાઈ

ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અને સરકારની ખેતીલક્ષી યોજના વિશે જાણકારી અપાઈ

પ્રાકૃતિક કૃષિ એ આજના સમયની તાતી જરુરિયાત છે. ઝેરમુક્ત ખોરાક અને ઝેરમુક્ત જમીન છોડી ખેડૂતો પ્રાકૃતિક કૃષિ અપનાવે એ માટે આત્મા પ્રોજેક્ટ ગીર સોમનાથ દ્વારા શ્રી કારડીયા રાજપૂત સમાજની વાડી, પ્રશ્નાવડા ગામે કિસાન ગોષ્ઠી યોજાઈ હતી.
તાજેતરની સીઝનની પરિસ્થિતિ અનુસાર ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અને અન્ય સરકારી ખેતીલક્ષી સહાય અંગે માર્ગદર્શન મળી રહે તે હેતુથી યોજાયેલી આ કિસાન ગોષ્ઠિમા્ં પ્રાકૃતિક કૃષિને લગત સરકારશ્રીની વિવિધ યોજના અંગે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ કિસાન ગોષ્ઠિમાં ખેડૂતોને બાગાયતી પાકોની ખેતીમાં આવતી સમસ્યાના નિવારણ અંગે કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વૈજ્ઞાનિક આર. જી. બારડ તેમજ પૂજાબેન નકુમ દ્વારા માર્ગદર્શિત કરવામાં આવ્યાં હતાં. બાગાયત વિભાગના અધિકારી વિજયસિંહ બારડ દ્વારા બાગાયતી ખેતીની ખેત પેદાશોનું મૂલ્યવર્ધન તેમજ એક્ષ્પોર્ટ તેમજ બાગાયત ખાતાની વિવિધ યોજનાઓ અંગે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.
ગીર સોમનાથ જીલ્લામાં વધુમાં વધુ ખેડૂતો પ્રાકૃતિક કૃષિ અપનાવે તે અંગે પ્રાકૃતિક કૃષિના ફાયદાઓ તેમજ પ્રાકૃતિક કૃષિના તમામ આયામો અંગે આત્મા પ્રોજેક્ટના પ્રોજેક્ટ ડાયરેક્ટર પુષ્પકાંત સ્વર્ણકાર દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું આ કિસાન ગોષ્ઠીના સફળતાપૂર્વક આયોજન માટે આત્મા વિભાગના કનકસિંહ રાઠોડ અને પ્રકાશ નાઘેરાએ જહેમત ઉઠાવી હતી.

રિલેટેડ ન્યૂઝ