આઝમગઢ હત્યાકાંડમાં ચોંકાવનારા ખુલાસા લગ્નેતર સંબંધ, હત્યા, ભૂતનો વળગાડ, મહા મૃત્યુંજય જાપ અને પાંચના કમોત

આઝમગઢ: ઘરમાં પૂજા દરમિયાન ચાર ચાર મર્ડર અને એન્કાઉન્ટરમાં હત્યારાનું ઠાર થવાની ઘટના પાછળ ચોંકાવનારા ખુલાસા થયા છે. ઘરમાં ભૂતના વળગાડ હોવાનું પરિવાર માનતો હોઈ પરિવાર મહા મૃત્યુંજય જાપ કરાવવા માગતો હતો, જેનો અરવીંદસિંહ વિરોધ કરતો હતો. પોલીસ તપાસમાં એવો સનસનીખેજ ખુલાસો થયો છે કે હત્યારા અરવિંદસિંહના પિતરાઈ ભાઈ મનીષે તેના સગાભાઈ સુજાલસિંહની હત્યા કરી હતી. અરવિંદસિંહના ભાઈ સુનીલના સાળાએ જણાવ્યું હતું કે બબીતા (અરવિંદસિંહની પત્ની)નો મનીષ સાથે પ્રેમ સંબંધ ચાલતો હતો. આ વાતની જાણ થતા સુનીલે તેની સામે ચોરી, છેડતીની ફરીયાદ કરી હતી. આ મામલામાં મનીષ અને અવનીશને 20 વર્ષની સજા થઈ હતી.
2019માં તેઓ જામીન પર છુટયા હતા અને સુનીલસિંહની ગોળી મારીને હત્યા કરી હતી. ત્યાર બાદ હત્યાના આરોપમાં તે જેલમાં ગયા હતા. જેલથી બન્ને ભાઈ દોઢ મહિના પહેલા છુટયા હતા. પરિવારના લોકો પરેશાન રહેતા હતા. તો અરવિંદસિંહની પત્ની બબીતા અને તેની માતાએ પંડીતોને જણાવ્યું હતું કે સુનીલસિંહની આત્મા તમને પરેશાન કરી રહી છે અને તેમણે પંડીતોને મહામૃત્યુંજય જાપ કરવા બોલાવ્યા હતા. જેનો અરવિંદસિંહે વિરોધ કર્યો હતો અને બાદમાં હત્યાકાંડ- એન્કાઉન્ટર સર્જાયા હતા.

રિલેટેડ ન્યૂઝ