ફરી એકવાર આંતરરાષ્ટ્રીય સ્તરે પાકિસ્તાનની ફજેતી થઈ છે. ભારતે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના અધ્યક્ષને લખાયેલા પાકિસ્તાનના પત્રને ફગાવી દીધો છે, જેમાં સ્થાયી મધ્યસ્થતા ન્યાયાલયના તાજેતરના નિર્ણયોનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે સ્પષ્ટ કર્યું કે પાકિસ્તાન હંમેશાં પોતાના ખોટા પ્રચાર માટે તથ્યોને તોડી-મરોડીને રજૂ કરે છે. આ નિર્ણય કોઈ કાયદેસરની અદાલતનો નહીં, પરંતુ ગેરકાયદેસર રીતે બનેલી સંસ્થાનો છે, જેનાથી ભારતના જળ અધિકારો પર કોઈ અસર પડતી નથી. આખો આ વિવાદ 1960ની સિંધુ જળ સંધિ સાથે જોડાયેલો છે, જેને પહલગામ આતંકી હુમલા બાદ ભારતે સ્થગિત કરી દીધી હતી. પાકિસ્તાન આ મામલે મધ્યસ્થતા અદાલતમાં ગયું હતું, જેને ભારત શરૂઆતથી જ માન્યતા આપતું નથી. પાકિસ્તાન હવે આ મુદ્દાને આંતરરાષ્ટ્રીય મંચો પર ઉઠાવીને દબાણ બનાવવા માંગે છે, પરંતુ ભારતે સ્પષ્ટ કરી દીધું છે કે આવા દાવાઓથી વાસ્તવિક સ્થિતિ બદલાતી નથી. આ ઉપરાંત, ભારતે પાકિસ્તાન દ્વારા પૂર્વ અફઘાનિસ્તાન પર કરવામાં આવેલા હવાઈ હુમલાઓની સખત શબ્દોમાં નિંદા કરી છે. એક સ્વતંત્ર દેશ પર થયેલા આ હુમલાને સમગ્ર વિસ્તારની શાંતિ અને સુરક્ષા માટે મોટો ખતરો ગણાવતા નવી દિલ્હીએ અફઘાનિસ્તાનને પોતાનું સંપૂર્ણ સમર્થન દોહરાવ્યું છે, જેમાં ઓછામાં ઓછા ત્રણ નાગરિકો માર્યા ગયા હતા.
રિલેટેડ ન્યૂઝ
-
વડાપ્રધાન મોદી ડીસેમ્બરમાં અમેરિકા જશે
જી-20 બેઠકમાં સામેલ થવા ઉપરાંત ટ્રમ્પ સાથે શિખર બેઠક શક્ય જી-20 દેશોની બેઠક આગામી ડીસેમ્બરમાં અમેરિકાના... -
ખાનગી યુનિવર્સિટીઓ પર અંકુશનો સાર્થક નિર્દેશ
ખાનગી યુુનિવર્સિટીઓની સ્થાપના માત્ર નાણાં કમાવવાના ઉદ્દેશ્યથી થઇ છે જેના પર નિયંત્રણ યોગ્ય છે સુપ્રિમ કોર્ટે... -
ભાજપે રાજ્યોના નવા પ્રભારી અને સહ પ્રભારીઓના નામ જાહેર કર્યા
ગુજરાતમાં તરુણ ચુગને જવાબદારી સ્મૃતિ ઈરાની છત્તીસગઢના પ્રભારી રહેશે, જ્યારે સિદ્ધાર્થ શંભુ સહ-પ્રભારી તરીકે રહેશે :...
