શ્રાવણ માસના ઉપવાસમાં બનાવો સમા-બટાકાના ક્રિસ્પી ફરાળી ચીલા

સાંવો (સમાના ચોખા) અને બટાકામાંથી બનતા આ ફરાળી ચીલા ઉપવાસ માટે એકદમ પરફેક્ટ, ચટપટી અને ઝડપથી બનતી વાનગી છે.

ખીરા માટે: ૧ કપ સમા ચોખા (પલાળેલા), ૧ કપ દહીં, ૧ બાફેલો બટાકો (છીણેલો).

મસાલા: ½ કપ શેકેલી મગફળીનો ભૂકો, ૨ લીલા મરચાં, ૧ ચમચી આદુ, ½ કપ લીલા ધાણા, ૧ ચમચી શેકેલું જીરું, સિંધવ મીઠું અને શેકવા માટે ઘી/તેલ.

બનાવવાની સરળ રીત
બેટર બનાવો: પલાળેલા સમા ચોખા અને દહીંને મિક્સરમાં પીસી લો. તેમાં છીણેલો બટાકો, મગફળીનો ભૂકો અને બધા મસાલા ઉમેરી બરાબર મિક્સ કરી ૧૦ મિનિટ સેટ થવા દો.

ચીલા શેકો: ગરમ તવા પર થોડું ઘી/તેલ લગાવી ખીરું ગોળ ફેલાવો. બંને બાજુ ગોલ્ડન અને ક્રિસ્પી થાય ત્યાં સુધી શેકી લો.

સર્વિંગ ટીપ: ધાણા, મગફળી, લીલા મરચાં, દહીં અને સિંધવ મીઠું પીસીને બનાવેલી ચટપટી ફરાળી ચટણી સાથે ગરમાગરમ પીરસો!

રિલેટેડ ન્યૂઝ