અમરેલીમાં BAPS સ્વામિનારાયણ મંદિરે 300થી વધુ યુવાઓએ લીધી ઇ-પ્રતિજ્ઞા

નશા મુક્ત યુવા ફોર વિકસિત ભારત કાર્યક્રમ યોજાયો
શિક્ષણ મંત્રી વાજા અને ઉર્જા મંત્રી વેકરીયાની ઉપસ્થિતિમાં યુવાઓને વ્યસનમુક્ત રહેવાનો સંદેશ

“નશા મુક્ત યુવા ફોર વિકસિત ભારત” અભિયાન અંતર્ગત અમરેલીના ઇઅઙજ સ્વામિનારાયણ મંદિરે પ્રેરણાદાયી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ગુજરાત સરકારના શિક્ષણ મંત્રી પ્રધ્યુમન વાજા, ઉર્જા મંત્રી કૌશિક વેકરીયા તેમજ ઇઅઙજના કોઠારી સંત સાધુચરિત સ્વામીની વિશેષ ઉપસ્થિતિ રહી હતી.
પ્રમુખસ્વામી મહારાજે પોતાના જીવનકાળ દરમિયાન વ્યસન મુક્તિના કાર્યને વિશેષ મહત્વ આપ્યું હતું. તેમની પ્રેરણાથી ઇઅઙજ સંસ્થા વર્ષોથી વિવિધ સમૈયા, ઉત્સવો અને વ્યસનમુક્તિ અભિયાનો દ્વારા હજારો લોકોને વ્યસન છોડાવી સદ્માર્ગે દોરી રહી છે.
ગત તા. 2 ના રોજ વડાપ્રધાન મોદીના નેતૃત્વ હેઠળ શરૂ થયેલા “નશા મુક્ત યુવા ફોર વિકસિત ભારત” અભિયાનમાં ઇઅઙજ સંસ્થાને વિશેષ આમંત્રણ આપવામાં આવ્યું હતું. સમગ્ર દેશમાં 10,000થી વધુ સ્થળોએ યોજાયેલા કાર્યક્રમોમાં વડાપ્રધાનએ વર્ચ્યુઅલ માધ્યમથી દેશના યુવાઓને સંબોધ્યા હતા.
આ અભિયાનના ભાગરૂપે અમરેલી ખાતે યોજાયેલા કાર્યક્રમમાં “ચલો તોડ દે યે બંધન” વીડિયો શો દ્વારા વ્યસન મુક્તિનો સંદેશ આપવામાં આવ્યો હતો. સ્વામીએ વ્યસનમુક્તિ દ્વારા સમાજ અને રાષ્ટ્રસેવાનું મહત્વ સમજાવ્યું હતું.
આ પ્રસંગે શિક્ષણ મંત્રી પ્રધ્યુમન વાજા અને ઉર્જા મંત્રી કૌશિક વેકરીયાએ ઇઅઙજ સંસ્થાના વ્યસનમુક્તિ માટેના સેવાકાર્યની પ્રશંસા કરી હતી. અને યુવાઓને નશામુક્ત રહી વિકસિત ભારતના નિર્માણમાં સક્રિય સહભાગી બનવા અનુરોધ કર્યો હતો. આ કાર્યક્રમમાં આશરે 300 જેટલા યુવક-યુવતીઓ ઉપસ્થિત રહ્યા હતા. તમામે “માય ભારત” પોર્ટલ પર નશામુક્ત રહેવાની ઇ-પ્રતિજ્ઞા લઈને ઇ-સર્ટિફિકેટ મેળવ્યા હતા.

રિલેટેડ ન્યૂઝ