રાજકોટ ગૂડ્ઝ શેડથી તમિલનાડુના ગંગઈકોંડાનના નવા ગંતવ્ય માટે પ્રથમ વખત ઘઉંનું લોડિંગ

રાજકોટ ડિવિઝનની વધુ એક સિદ્ધિ

પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝને માલવાહક પરિવહનના ક્ષેત્રમાં વધુ એક મહત્વપૂર્ણ સિદ્ધિ હાંસલ કરતાં નવા ગંતવ્ય સ્થાન ગંગઈકોંડાન માટે પ્રથમ વખત ઘઉંનું લોડિંગ સફળતાપૂર્વક પૂર્ણ કર્યું છે. રાજકોટ ડિવિઝનની બિઝનેસ ડેવલપમેન્ટ યુનિટ (ઇઉઞ) ના સતત અને સક્રિય પ્રયાસોથી 23 સપ્ટેમ્બર 2026ના રોજ રાજકોટ ગૂડ્ઝ શેડથી તમિલનાડુના મદુરૈ ડિવિઝન સ્થિત ગંગઈકોંડાન માટે 21 વેગનમાં કુલ 1,351 ટન ઘઉં ભરવામાં આવ્યા હતા. આ માલગાડી આશરે 2,450 કિલોમીટરનું અંતર કાપીને ગંગઈકોંડાન પહોંચશે, જેનાથી રેલવેને રૂા.44.98 લાખની માલભાડા આવક થઈ છે.
ગંગઈકોંડાન માટે વિકસાવવામાં આવેલી આ નવી ઓરિજિન-ડેસ્ટિનેશન પેર (ઉદ્ગમ-ગંતવ્ય જોડી) રાજકોટ ડિવિઝન દ્વારા માલ પરિવહનની નવી તકો વિકસાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે. લાંબા અંતર સુધી અનાજનું રેલ પરિવહન સલામત, વિશ્વસનીય અને પર્યાવરણને અનુકૂળ હોવાની સાથે દેશના વિવિધ વિસ્તારોને રેલ નેટવર્ક દ્વારા જોડવામાં પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.
આ પ્રસંગે રાજકોટ ડિવિઝનના સિનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર સુનીલ કુમાર મીનાએ જણાવ્યું હતું કે, રાજકોટ ડિવિઝન દ્વારા નવા ગંતવ્યોની ઓળખ કરીને માલ પરિવહનને વેગ આપવા માટે સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
રાજકોટ ડિવિઝનલ રેલવે મેનેજર ગિરિરાજ કુમાર મીનાએ જણાવ્યું કે, નવા માલ પરિવહનના અવસરો વિકસાવવા એ અમારી નિરંતર પ્રાથમિકતા છે. ‘વધુ ગંતવ્ય, વધુ તકો, વધુ સશક્ત રેલવે’ ના સંકલ્પ સાથે અમે વેપારી ક્ષેત્રોને રેલ નેટવર્ક સાથે જોડીને માલવાહક ટ્રાફિક અને માલભાડાની આવક બંને વધારવાની દિશામાં સતત કામ કરી રહ્યા છીએ.

રિલેટેડ ન્યૂઝ